નર્મદા જિલ્લામાં આજેપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો જીલ્લામાં કુલ પોઝિટિવ કેસ 25

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણાની મહિલાનો ગઇકાલે લેવાયેલ સેમ્પલ પોઝિટિવ નિકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ

મહિલા સુરતથી કલીમકવાણા ખાતે આવી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું

નર્મદા જિલ્લામા છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામા સતત વધારો નોંધાઇ રહ્યો છે, ગતરોજ અકતેશ્વરની મહિલાનો પોઝિટિવ કેસ પ્રકાશમા આવ્યા બાદ આજે પણ ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણાની મહિલાનો પોઝિટિવ કેસ પ્રકાશમા આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. આ સાથે નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યામા સતત વધારો થતાં પોઝિટિવ કેસની સંખ્યા 25 ઉપર પહોંચી છે.

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ તા 11 મી ના રોજ કોરોના પોઝિટિવની ચકાસણી અર્થે 40 ઇસમોના ટેસ્ટીંગ સેમ્પલ લેવાયેલા હતા જેમાં ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા ખાતે રહેતી મીનાબેન જગદીશભાઈ પટેલ ઉ.વ. 37 નો પણ સેમ્પલ લેવાયો હતો જેનો આજે રિપોર્ટ આવતા આ મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવતા મહિલાને રાજપીપળા ખાતેના કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટેદાખલ કરવામાં આવી હતી, મહિલાના ઘરના તમામ સદસયોને ક્વોરેન્ટાઈન કરાયા છે.

આ મહિલા સુરતથી કલીમકવાણા ખાતે આવી હોવાનું આરોગ્ય વિભાગના એપેડેમીક ઓફિસર ડો.કશ્યપ દ્વારા જાણવા મળેલ છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ 7 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. નર્મદા જિલ્લામા છેલ્લા બે દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમા આવતા આરોગ્ય વિભાગની ચિંતામા વધારો થયો છે, જયારે લોકડાઉનમાથી રાહત મેળવી રહેલા અને બેફિકર થઇ ગયેલા લોકોમા ભયનો માહોલ પુન : ફેલાતો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here