નર્મદા જિલ્લાનુ ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ માત્ર 71.13 %

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સૌથી વધુ સેલંબા કેન્દ્રનુ 94.33 સૌથી ઓછુ રાજપીપળા કેન્દ્ર નુ 47.07 % પરિણામ

રાજ્યના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરીણામ આજરોજ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થતા અનેક સ્થળે વાલીઓ વિદ્યાર્થીઓુ અને શાળા સંચાલકોએ પરિણામો જાણવા ભારે ઉત્સુક્તા રાખવી હતી. બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.  નર્મદા જીલ્લાનું 71.13 % પરિણામ આવ્યું છે વિધાર્થીઓએ ધોરણ ૧૨ ના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો આજે અંત આવ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં નર્મદા જીલ્લાનું પરિણામ 71.13 % આવ્યું છે.તો એ૧ ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી !!! એ ૨ ગ્રેડમાં માત્ર 3 જ વિદ્યાર્થી, બી ૧ ગ્રેડ મા 144 , બી૨ ગ્રેડમાં 554 ,સી૧ ગ્રેડમાં 789, સી૨ ગ્રેડમાં 450, ડી ગ્રેડમાં 41 અને ઈ૧ ગ્રેડમાં  0 વિધાર્થીઓ ઉતીર્ણ થયા છે.  રાજપીપળા કેન્દ્ર નુ પરીણામ ખુબજ આઘાત જનક સાબીત થતાં વાલીઓ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ના શુભ ચિંતકો માટે શિક્ષણ વિભાગ માટે ખુબજ ચિંતા અને ચિંતન નો મુદ્દો બનેલ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here