નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ તરીકે રાજ્ય સરકારે ઉદ્યોગ કમિશનર સંદીપ સાગલેની નિયુક્તિ કરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના કલેક્ટર રહી ચૂકેલા સંદીપ સાંગલે ની નર્મદા જિલ્લા ના પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ થતા વિકાસના કામો ને મળશે વેગ

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે ની ઉદ્યોગ કમિશનર ની કચેરીમાં ઉદ્યોગ કમિશનર તરીકેની ફરજ બજાવતા આઈએએસ અધિકારી સંદીપ સાંગલે ની નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ કરી છે.

નર્મદા જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ ડેડીયાપાડા અને સાગબારા ના પણ પ્રભારી તરીકે તેઓની ની નિમણૂક કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે ની ઉદ્યોગ કમિશનર ની કચેરીમાં ઉદ્યોગ કમિશનર તરીકે ફરજ બજાવતા સંદીપ સાગલે નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકેની અગાઉ પોતાની ફરજ બજાવી ચૂક્યા હોય નર્મદા જિલ્લાની તમામ પરિસ્થિતિ, નર્મદા જિલ્લાની સમસ્યાઓ જેમ કે શૈક્ષણિક સમસ્યા, આરોગ્ય લક્ષી સમસ્યા, રોજગારીની સમસ્યા જેવી તમામ સમસ્યાઓથી વાકેફ હોય તેઓના બહોળા અનુભવનો લાભ નર્મદા જિલ્લા વાસીઓને મળશે નર્મદા જિલ્લાના અધિકારીઓ સાથે સંકલન સાંધી તેઓ જિલ્લા ની સમસ્યાઓને હલ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવે એવો આશાવાદ પણ નર્મદા જીલ્લા વાસીઓ તેમની પાસે સેવી રહ્યા છે.

ગુજરાત કેડર ના આઇ એ એસ અધિકારી સંદીપ સાંગલે નર્મદા જિલ્લા કલેકટર ની ફરજ બજાવ્યા બાદ ભરૂચ જિલ્લા કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ભરૂચ થી પાલનપુર કલેકટર તરીકે અમદાવાદ કલેક્ટર તરીકે તેમજ ગાંધીનગર મ્યુનિસીપલ કમિશનર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ તેઓ ગાંધીનગર ખાતે ઉદ્યોગ કમિશનર તરીકેની સેવા બજાવી રહ્યા છે . રાજ્ય સરકારે તેઓને નર્મદા જિલ્લા ના પ્રભારી સચિવ એમ એ ગાંધી ની જગ્યા એ નર્મદા જીલ્લા ના પ્રભારી સચિવ તરીકે ની નિમણૂક કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here