દેવગઢ બારીયા તાલુકાની જંબુસર પ્રા. શાળા ખાતે 70માં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

દે. બારીઆ, (દાહોદ) જાવેદ એન કુરેશી :-

તા.25/3/2023 ના રોજ શાળા 70 વર્ષ પૂર્ણ કરી 72 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આ અવસરે શાળા ના સ્થાપના દિવસ ની શાળાના જન્મદિવસ સ્વરૂપે કાર્યક્રમ યોજી રંગે ચંગે શાનદાર રીતે શાળા સ્થાપના દેવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળામાં રોશની દ્વારા શણગારી યાદગાર બનાવવામાં આવી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પંચાયત અને કૃષી વિભાગના રાજયકક્ષા ના મંત્રી અને આ મતવિસ્તાર ના ધારાસભ્યશ્રી માન. બચુભાઈ ખાબડ સાહેબે ઉપસ્થિત રહી શાળા દ્વારા સ્વનિર્મિત શીરા કેક કાપી આ ઉજવણી ને વધુ યાદગાર બનાવી હતી. આ પ્રસંગે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકો એ વિવિધ કૃતિઓ રજુ કરી કાર્યક્રમ ને વધુ જીવંત બનાવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પ્રા. શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી બુધાભાઈ પરમાર તેમજ અન્ય હોદ્દેદારો, એચ ટાટ સૂચિત સંઘ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ બારીઆ તેમજ ટીમ એચ ટાટ, તાલુકા સદસ્ય શ્રીમતી નીતાબેન બારીયા તેમજ વિવિધ પદાધિકારીઓ, બી. આર. સી. કો. ઓર્ડી. ધર્મેશભાઈ પટેલ, સી. આઈ. સી. કો. ઓર્ડી. સર્જન ભાઈ રાઠવા,શાળાના અભ્યાસ કરી હાલ સેવારત તેમજ સેવાનિવૃત થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ, એસ. એમ. સી અધ્યક્ષ તેમજ સભ્યશ્રીઓ, ગામ ના વયોવૃદ્ધ તેમજ અગ્રણીઓ, તેમજ ગઢા તેમજ વાંદર ગામ ના સરપંચશ્રીઓ, બારીયા તાલુકા પ્રા. શિક્ષક સંઘ ના ચેરમેન શ્રી મથુરભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી પારસિંહભાઈ રાઠવા, વાલીગણ ભાઈઓ તેમજ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક દિવસને વધુ યાદગાર બનાવી શાળાને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્યશ્રી રમેશભાઈ રાઠવા દ્વારા સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળા ની ઝાંખી રજુ કરી હતી.
આ પ્રસંગે માન. મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોતાના પ્રાસંગિક પ્રવચન માં શાળાની સિદ્ધિઓ અને વિવિધ સ્તરે શાળાએ કરેલ ઉત્કૃષ્ટ કામગીરી ની નોંધ લઇ શિક્ષકોની મહેનત અને જહેમત અને ઉમદા કામગીરીની પ્રશંશા કરી શાળાના મુ. શિક્ષક તેમજ સમગ્ર શાળા પરિવાર ટીમ અને સમસ્ત ગ્રામજનો ને અભિનંદન પાઠવી શાળા ઉત્તરોતર પ્રગતિ કરી સફળતાના વધુ સોપાનો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા માં જૂજ શાળાઓમાં શીખવવામાં આવતા લેઝીમ અને ડંબેલ્સ ના વિવિધ દાવ શાળાની બાલિકાઓ દ્વારા રજુ કરવામાં આવ્યા જે સમગ્ર કાર્યક્રમ માં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા ત્યારે આ એક્ટિવિટી ના માર્ગદર્શક અને કાર્યક્રમ ના ઉદઘોષક શ્રી ગણપતભાઈ કોળી ને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ટીમ એચ ટાટ દ્વારા શાળાને સ્વામી વિવેકાનંદ ના ફોટા સ્વરૂપે સ્મૃતિભેટ અર્પણ કરી હતી.
આ પ્રસંગે શાળાના અભ્યાસ કરી હાલ સેવારત તેમજ સેવાનિવૃત અને ઉચ્ચ લાયકાત મેળવી હાલ પોતાની કારકિર્દી બનાવી રહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને શાળા દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સરપંચશ્રી મહેશભાઈ રાઠવા દ્વારા આભારદર્શન કરી અંતે રાષ્ટ્ર ગીત ગાઈ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here