દિલ્હી ખાતે સંસદીય સંકુલ વિકાસ પરિયોજનાની બેઠક યોજાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા સહિત સમગ્ર દેશ ના ભાજપા ના આદિજાતિ સાંસદો ની ઉપસ્થિતી

કેન્દ્રીય આદિજાતિ વિકાસ અને કૃષિ મંત્રી અર્જુન મુંડા સહિત રાષ્ટ્રિય સંગઠક વી. સતિશ સહિતનાઓ ની ઉપસ્થિતી

નવી દિલ્હી ખાતે સંસદીય સંકુલ વિકાસ પરિયોજના અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના દેશભરના આદિજાતિ સાંસદોની એક બેઠક યોજાઇ હતી જેમાં કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ અને કૃષિ મંત્રી અર્જુન મુંડા સહિત આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય સંગઠક વી. સતીશ સહિત આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય પ્રભારી ડોક્ટર રાધા મોહનદાસ સહિત ભારતીય જનતા પાર્ટીના વિવિધ વિસ્તારો માથી ચૂંટાયેલા સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ચર્ચા વિમર્શ મા તેઓએ ભાગ લીધો હતો.

સંસદીય સંકુલ વિકાસ પરિયોજના અંતર્ગત આયોજિત બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના સાંસદો યોજાયેલ બેઠકમાં સંકુલ વિકાસના આગામી કાર્યક્રમો તેમજ પરીયોજનાઓ સહિત આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીઓ માં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે ચર્ચા વિમર્શ હાથ ધરાયું હતું

આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠક વી. સતીશજી, કેન્દ્રીય આદિજાતિ અને કૃષિ મંત્રી અર્જુન મુંડા તેમજ રાષ્ટ્રીય મહામંત્રી, રાજ્યસભા સાંસદ અને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રભારી ડો. રાધામોહન દાસ અગ્રવાલ દ્વારા બેઠકમાં ઉપસ્થિત અનુસૂચિત જનજાતિના સાંસદોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here