તિલકવાડા તાલુકામાં જનસેવા કેન્દ્ર શરૂ થતાં સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ….

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા તાલુકામાં મામલતદાર હસ્તકનું જનસેવા કેન્દ્ર કોરોના વાઇરસની મહામારીને લઈને ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લોકડાઉન અમલમાં આવેલું ત્યારથી બંધ કરવામાં આવ્યું હતું લોકડાઉન 4 પછી અનલોક 1 અંતર્ગત કેટલીક છૂટછાટ સાથે વિવિધ વિભાગો કાર્યાન્વિત થયા અને સરકારી કચેરીઓ પણ ધમધમતી થઈ હતી અને તિલકવાડા મામલતદાર કચેરીમાં કર્મચારીઓની પૂરતી હાજરી સાથે કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું સાથે જ કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમો સાથે જન સેવા કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે ઘણા સમયથી જનસેવા કેન્દ્રો બંધ હોવાને કારણે લોકોના કામ અટવાઈ પડ્યા હતા પરંતુ જનસેવા કેન્દ્રો ખુલતાની સાથે જ તાલુકાના લોકો રેશનકાર્ડ, આવકના દાખલ તેંમજ વિવિધ પ્રમાણ પત્ર મેળવવા માટે મોટી સંખ્યામાં તિલકવાડા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં આવી પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here