તરસંગ ગામના કોતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૭,૦૦૮ કિં.રૂ.૭,૦૦,૮૦૦/- નો ગણનાપાત્ર પ્રોહી જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ તપાસમાં રહી દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.એમ.જુડાલ શહેરા પોલીસ સ્ટેશન નાઓને બાતમી મળેલી કે રેણા (મોરવા) ગામનો જયદિપભાઇ અર્જુનભાઇ પટેલીયા નાએ છોગાળા ગામના ભારતભાઇ શનાભાઇ પગી નાઓની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી મેળવી તરસંગ ગામના કલમપુરા ફળીયામાં આવેલ અભાભાઇ મોહનભાઇ ના ઘર ની પાછળ ના ભાગે આવેલ ભલાભાઇ શંકરભાઇ નાઓના ખેતરના સેઢે આવેલ કોતરના ભાગે સદર દારૂનો જથ્થો પ્લાસ્ટીકની મોટી તાટપત્રી થી ઢાકી ઉપર ઝાડી ઝાખરા મુકી સંતાડી રાખેલ હોવાની ચોક્કસ બાતમી મેળલ જે બાતમી આધારે પો.સ.ઇ. એસ.એમ.ડામોર તથા એ.એસ.આઇ. જયંતિભાઇ અર્જુનભાઇ બ.નં.૮૯૨ તથા એ.એસ.આઇ ધીરેન્દ્રસિહ સુબેદારસિહ બ.નં ૮૮૭ તથા અ.હે.કો. રામસિહ ભીખુભાઇ બ.નં.૧૧૦૪ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૭,૦૦૮ કિં.રૂ.૭,૦૦,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા (૧) જયદિપભાઇ અર્જુનભાઇ પટેલીયા રહે.રેણા (મોરવા) તા.શહેરા જી.પંચમહાલ (૨) ભારતભાઇ શનાભાઇ પગી રહે. છોગાળા તા. શહેરા જી.પંચમહાલ નાઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here