ડભોઈ ખાતે 22 મી એપ્રિલે નીકળનારી પરશુરામ સોભાયાત્રા ની પૂર્વ તૈયારીઓ ને લઈ બેઠક યોજાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

સમસ્ત બ્રાહ્મણ સમાજના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ ની ભવ્ય શોભાયાત્રા આગામી અખાત્રીજ એટલે કે 22મી એપ્રિલના દિવસે દર્ભાવતી નગરમાં ભારે ઉત્સાહ પૂર્વક નીકળશે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના આગેવાણીમાં નીકળતી આ શોભાયાત્રાની પૂર્વ તૈયારીઓ ના ભાગ રૂપ આજે બેઠક મળી જેમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.

દર્ભાવતી નગરમાં વસતા તમામ બ્રાહ્મણ સમાજના આગેવાનો તેમજ ડભોઇ દર્ભાવતીના હિન્દૂ હદય સમ્રાટ ધારાસભ્ય શૈલેષ મહેતાના આગેવાનીમાં જ્યારે આગામી 22મી એપ્રિલના રોજ સમસ્ત બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનનો જન્મ દિન હોય ત્યારે આ દિવસ ખૂબ મહત્વનો હોય છે ત્યારે ડભોઇ ખાતે પરંપરાગત રીતે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવતું રહ્યું છે ચાલુ સાલ પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવાના ભાગ રૂપ ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના આગેવાનીમાં ખાસ બેઠક સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી આ પ્રસંગે શૈલશભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું કે ભગવાન પરશુરામ ના જન્મદિનની ઉજવણી ભવ્ય રિતે થશે શોભાયાત્રા આયુસ સોસાયટી ખાતેથી નીકળી નગરમાં ફરી ટાવર રામજી મંદિર સંપન્ન થશે જેમાં વડોદરાનું ગણેશ ઢોલ નિ ટુકડી ભારે આકર્ષણ જમાવશે ડીજે સાથે બગી ગાડી તેમજ વિવિધ ધર્મના સાધુ સંતો આ પ્રસંગે હાજર રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામની જન્મ જ્યંતી ઉત્સાહ સાથે ઉજવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here