છોટાઉદેપુર સ્થિત સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે તા. ૪ જૂનના રોજ સવારે ૦૮-૦૦ કલાકથી મત ગણતરી હાથ ધરાશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

મતગણતરી અંગે માહિતી મેળવવા તથા ફરિયાદ માટે ૨૪*૭ કંટ્રોલરૂમ શરૂ કરાયો : નાગરિકો હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકશે

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧- છોટાઉદેપુર સંસદીય મતવિભાગ માટે તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાયેલ મતદાનની મતગણતરી આગામી તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ છોટાઉદેપુર સ્થિત સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે સવારના ૦૮-૦૦ કલાકથી ખાતે હાથ ધરવામાં આવનાર છે.

નાગરિકોને મતગણતરી અંગે માહિતી આપવા તથા કોઈ ફરિયાદ હોઈ તો તેના નિવારણ માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મત ગણતરીના ૭૨ કલાક અગાઉ કંટ્રોલરૂમ શરૂ કરવાનો હોય છે. જેને ધ્યાને લઈ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કેમ્પસમાં આવેલ જિલ્લા આપત્તિ વ્યસ્થાપન કેન્દ્ર ખાતે મતગણતરી અંગે માહિતી અને ફરિયાદો માટે મતગણતરીના ૭૨ કલાક અગાઉ એટલે કે આજે તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજથી ૨૪*૭ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકોને મતગણતરી અંગે કોઈ માહિતી જોઈતી હોઈ કે કોઈ ફરિયાદ હોય તો
આ કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર ૧૯૫૦ ઉપર સંપર્ક કરવા નોડલ અધિકારી, કમ્પ્લેન રેડ્રેસલ અને વોટર હેલ્પલાઈન -વ- દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, છોટાઉદેપુરની એક યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here