છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા દિવસ દરમિયાન મારુતિ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા બોડેલી તાલુકાના સુપ્રસિદ્ધ ઝંડ હનુમાનજીના મંદિરે ભકતજનોનો માનવમહેરામણ ઉમટયો હતો જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા  સુપ્રસિધ્ધ ઝંડ હનુમાન મંદિરે હનુમાન ભક્તોની ભારે ભીડ સાથે શ્રધ્ધાળુઓનો દિવસભર ઘસારો દશૅન માટે જોવા મળ્યો હતો ભક્તજનોએ મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા પાઠ સહિત રામધૂન બોલાવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી સાથે ઝંડ હનુમાનજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ, ભક્તજનો માટે માગૅમા વિવિધ જગ્યાએ  દાતાઓ દ્વારા ચા, બિસ્કીટ, નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે માલસરવાળા  અર્જુનદાસ બાપુ દ્વારા ઝંડ હનુમાનજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો ઝંડ મંદિર ટ્રસ્ટ દ્વારા દશૅન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી બોડેલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનિય ઘટના બનવા પામી નહોતી શાંતિપૂર્ણ વાતાવરણમાં ભક્તજનોએ દશૅનનો લ્હાવો લીધો હતો બોડેલી તાલુકાના જબુગામના મેરીયા હનુમાન, કકરોલીયા સ્થિત સુયૉ હનુમાન,વણીયાદ્રિના હનુમાન મંદિરે,કડીલાના હનુમાન મંદિર, તેમજ સણીયાદ્ની, ટીંબી, રણભુણ, કુકણા પાધરા  સહિતપીઠાના રોકડીયા હનુમાન મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં પીઠા ખાતે હનુમાન ચાલીસા, અનુષ્ઠાન,ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું (ફોટો વિગત) છોટાઉદેપુરના: બોડેલી તાલુકાના ઝંડ હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here