છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીના હસ્તે ૧૦ ઇ-રીક્ષાનુ લોકાર્પણ કરાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાજયના અન્ન અને નાગરિક પુરવઠા અને સામાજીક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ ચતુરસિંહજી પરમારના હસ્તે જિલ્લા પંચાયત ભવન ખાતેથી ૧૦ ઇ-ક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણની સાથે સાથે પ્રભારીમંત્રીને જીલ્લા પંચાયતના એસેમ્બલી કુલ ખાતે ડીઆરડીએ દ્વારા તૈયાર કરેલું વર્ષ ૨૦૨૨-૨૩ની વિવિધ યોજનાઓ અને કામીનું પ્રેઝેન્ટેશન આપી તમામ વિગતોની છણાવટ કરી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર દ્વારા અમલી સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લાની ૧૦ ગ્રામપંચાયતને ધન ચરા કલેકશન માટે ઇ-રીક્ષા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દળવવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, લોકસભા સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિહ રાઠવા અને ધારાસભ્ય અભસંહભાઇ તડવીની ઉપસ્થિતિમાં પ્રભારી મંત્રી ભીખુસિહજી પરમારે ઇ-રીક્ષાને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી લોકાર્પણ કર્યું હતું. સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તારમાંથી પ્રનયરાનું કલેકશન કરી તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય એ માટે ઘનકચરાના કલેંશન માટે આ ઇ-રીક્ષાઓ ફાળવવામાં આવી છે. ક્લેકટ્રીક રીક્ષા હોવાને કારણે ગામમાં પ્રદૂષણ ફેલાશે નહીં.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રૂા. ૨,૪૯,૦૦૦ની એક એમ ૩. ૨૪.૦૦ લાખના ખર્ચે ૧૦ ઇ-રીક્ષાની ખરીદી કરી બોડેલી તાલુકાની કડાછલા, કૌસીન્દ્રા અને તાંદલજા ગ્રામ પંચાયત, છોટાઉદેપુર તાલુકાની પુગિયાવાંટ ગ્રામ પંચાઘત પાયીજેતપુર તાલુકાની સજવા ગ્રામ પંચાયત, નસવાડી તાલુકાની કંડબા અને ભીલબોરિયાદ ગ્રામ પંચાયત તથા સંખેડા તાલુકાની લાછરસ વાસણા અને સંખેડા ગ્રામ પંચાયતને ઘન ચરા નિકાલ માટે ઇ-રીક્ષા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાળવવામાં આવી છે.
ઇ-રીક્ષા લોકાર્પણના આ કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોની સાથે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિક, કારોબારી અધ્યક્ષ ઉમેશભાઇ રાઠવા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, તાલુકા/જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત તેમજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here