છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકો સહિત દેશના મધ્યમ વર્ગના પરિવારો ગગનચુંબી મોંઘવારીથી ત્રાહિમામ..

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મોંઘવારીથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ની કમર ભાગી પડી છે. છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે જીવન જરૂરિયાત ની વસ્તુ ખાસ કરીને રાધનગેસના ભાવમાં પણ સતત વધારો જોવા મળતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો હોય બોડેલી તાલુકા માંથી અને સમગ્ર છોટાઉદેપુર જીલ્લા માંથી રોજગારી મેળવવા મોટાભાગના લોકોએ ખેતી પર નિર્ભર રહેવું પડે છે આ વિસ્તારના લોકો રોજગારી અર્થે જિલ્લા બહાર જતા હોય છે ખાસ કરીને કાઠીયાવાડ કચ્છ જેવા વિસ્તારમાં મજૂરી અર્થે જતા હોય છે ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળે તેમ આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે. એક બાજુ રોજગારીનો પ્રશ્ન છે ત્યારે બીજી બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે હાલ તેલના ડબ્બા દૂધ કઠોળ શાકભાજી,બટાટા,ડુંગળી બાદ રસોઈગેસનાં બોટલમાં ભાવ વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓ તરફથી જાણવા મળે છે કે આવકની સામે જાવક વધતા ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે.

સરકાર આડેધડ વધતી જતી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ નહીં લાવે તો ભોજનની થાળીમાંથી ધીમે ધીમે ખાવાની ચીજવસ્તુઓ અદ્રશ્ય થશે. અનાજ,તેલ,ગેસ,શાકભાજી,દૂધ સહિતની રોંજિંદી ચીજવસ્તુઓ વિના ચાલી શકે તેમ નથી. સરકાર વહેલીતકે મોંઘવારી પર નિયંત્રણ લાવે તેવી માગણી ગૃહિણીઓ કરી રહી છે. આમ બોડેલી તાલુકા સહિત જિલ્લામાં રાંધણગેસના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં ભાવવધારો પાછો ખેંચવાની માગણી કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here