કાલોલ નગર પાલિકા દ્વારા વોર્ડ નં. 6 કાનાવાગા વિસ્તારમાં વર્ષો વરસ પછી સીસી રોડનું કામ શરૂ કરાતા સ્થાનિકોએ રાહત અનુભવી…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ વોર્ડ નંબર છ ના કાનાવાગા વિસ્તારમાં ઘણા વર્ષો બાદ રસ્તા ઉપર સીસી રોડનું કામ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોમાં આનંદ વ્યાપી ગયો છે કાલોલ શહેરના મુસ્લીમ વિસ્તાર કાનાવાગા જે વોર્ડ નં છ માં સમાવેશ થાય છે અને આ વિસ્તારમાં ઘણા વર્ષો પહેલાં નગરપાલિકાના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેનન નજીર એહમદ વાઘેલાના કાર્યકાળ દરમિયાન જેતે સમયે પાલીકા દ્વારા કોટા સ્ટોન પત્થરો બેસાડવામાં આવ્યા હતા તે પત્થરો જગ્યાએથી ઉખડી જવાથી આ વિસ્તારના રસ્તાઓ ઉબડખાબડ અને ખુબ હદે જર્જરીત બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. અને લોકોની શારીરિક તકલીફો અને વાહનો પોતાના ઘરે લઈ જવામાં સમસ્યા મોટાપાયે વકરી હતી. હવે જ્યારે બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે આજરોજ સીસી રોડનું કામ નગરપાલિકા દ્વારા હાથ ઉપર લેવાતા સ્થાનિક લોકોમાં આનંદ વ્યાપી ગયો છે અને આ કાર્ય સાથે લોકોને આશાઓ જન્મી છે કે હવે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂત્ર સબકા સાથ સબકા વિકાસ દિશામાં યોગ્ય કાર્યવાહીનો આરંભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here