કાલોલ કુમાર શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ કુમાર શાળા ખાતે વિશ્વ વન દિવસ અને વિશ્વ કવિતા દિવસની પણ ઉજવણી કરવામાં આવી છે જેમાં ધોરણ છ થી આઠ ના બાળકોએ ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વનોના મહત્વ વિશે બાળકોને જણાવવામાં આવ્યું હતું કાલોલ કુમાર શાળાના ધોરણ છ થી આઠમાં ભણાવતા શિક્ષિકાબેન હિનાબેન પરમાર દ્વારા બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.
આગમી સમય માં જલ વાયુ પરિવર્તનમાં થતાં ફેરફાર એ વૃક્ષ છેદન ને લીધે થયું છે તેથી વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એવું શાળાના આચાર્ય દ્વારા બાળકોને સમજાવ્યું હતું.વિશ્વ જળ દિવસ નિમિત્તે પાણી બચાવવા વિશે પણ વિચારવું જોઈએ…આગમી સમયમાં કપરી પરિસ્થિતિમાં આવી ન જવાય તે માટે પાણી નો બચાવ કરવા ઉપર પણ શિક્ષકો દ્વારા બાળકોને સમજાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here