કવાંટ પોસ્ટેના ધનીવાડી નાકા પાસેથી હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડીમાંથી કિ.રૂ. ૩૨,૦૪૦/- નો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કિં.રૂ.૨,૪૦,૦૪૦/- નો જથ્થો કબજે કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કવાંટ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા આજ રોજ તા.૨૮/૦૬/૨૦૨૪ ના રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા જે દરમ્યાન તેઓને અંગત બાતમી હકિકત મળેલ છક્તલા ગામ તરફથી એક સફેદ કલરની સેન્ટ્રો ગાડી નંબર GJ-06-AH-9631 ની અંદર વિદેશી દારૂ ભરી બે ઈસમો બેસીને કવાંટ તરફ આવી રહેલ છે જે મળેલ બાતમી આધારે ધનીવાડી નાકા ઉપર પ્રોહી વોચ નાકા બંધીમાં રહી બાતમી હકીકત મુજબ સફેદ કલરની સેન્ટ્રો ગાડી નંબર GJ-06-AH-9631 ની આવતાં તેને રોકી તપાસ કરતાં સદરી સેન્ટ્રો ગાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ માઉન્ટ્સ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મીલીની કંપની શીલબંધ બોટલ નંગ – ૯૬ કિ.રૂ ૧૨,૪૮૦/- તથા ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મી.લી. ના કંપની સીલબંધ હોલ નંગ-૨૪ કિં.રૂ. ૧૩,૦૮૦/- તથા ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૧૮૦ મી.લી. ના કંપની સીલબંધ ક્વાટરીયા નંગ-૪૮ કિં.રૂ. ૬,૪૮૦/- મળી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની નાની મોટી બોટલો નંગ- ૧૬૮ કિ.રૂ ૩૨,૦૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સદરી સેન્ટ્રો ગાડી નંબર GJ-06-AH-9631 નો ચાલક પ્રેમસિંહ રમેશભાઈ સોલંકી ઉ.વ.૨૨ ધંધો.ખેતી રહે.ખામ્બા સ્કુલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (એમ.પી.) તથા તેની સાથેનો ઈસમ (૨) વાંગરીયાભાઈ ભુરકીયાભાઈ ભીલાલા ઉ.વ.૩૦ રહે.કોઠારા નર્મદા વસાહત તા.ડભોઇ જી.વડોદરા નાઓની અંગ ઝડતી દરમ્યાન મળી આવેલ મુદ્દામાલ સહીત કુલ કિં.રૂ. ૨,૪૦,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ગુનામાં સંડૉવાયેલ અન્ય આરોપીઓ તરફ તપાસ આદરેલ છે. આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સફળતા મળેલ છે.
-:પકડાયેલ આરોપી:-
(૧) પ્રેમસિંહ રમેશભાઈ સોલંકી ઉ.વ.૨૨ ધંધો.ખેતી રહે.ખામ્બા સ્કુલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (એમ.પી.) તથા તેની સાથેનો ઈસમ (૨) વાંગરીયાભાઈ ભુરકીયાભાઈ ભીલાલા ઉ.વ.૩૦ રહે.કોઠારા નર્મદા વસાહત તા.ડભોઇ જી.વડોદરા
-:પકડાયેલ મુદ્દામાલ :-
(૧) માઉન્ટ્સ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મીલીની કંપની શીલબંધ બોટલ નંગ – ૯૬ કિ.રૂ ૧૨,૪૮૦/- તથા (૨) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મી.લી. ના કંપની સીલબંધ હોલ નંગ-૨૪ કિં.રૂ. ૧૩,૦૮૦/- તથા (૩) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૧૮૦ મી.લી. ના કંપની સીલબંધ ક્વાટરીયા નંગ-૪૮ કિં.રૂ. ૬,૪૮૦/- મળી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની નાની મોટી બોટલો નંગ- ૧૬૮ કિ.રૂ ૩૨,૦૪૦/- તથા (૪) હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી નંબર GJ-06-AH-9631 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા (૫) મોબાઇલ નંગ-૨ ની કિ.રૂ. ૮૦૦૦/- મળી કુલ ૨,૪૦,૦૪૦/- નો મુદ્દામાલ
-:સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ:-
(૧) એ.ડી.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૨) અ.હે.કો. કિરીટભાઈ મકનભાઈ (૩) વુ.હે.કો. સુમિત્રાબેન વજેસીંગભાઈ (૪) પો.કો. પિન્ટુભાઈ વિરસીંગભાઈ (૫) પો.કો. અજીતભાઈ શનીયાભાઈ (૬) પો.કો. ભીમસીંગભાઈ નંદુભાઈ તમામ નોકરી ક્વાંટ પો.સ્ટે. વિગેરે સાથે રહી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here