ઉત્તરાયણ પર્વ નિમિત્તે નર્મદા જિલ્લામાં તા.૧૦ મીથી તા.૨૦ મી સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પતંગની દોરીથી ઈજા પામેલ/ધાયલ પશુ-પક્ષીઓને સારવાર કેન્દ્ર ઉપર પહોંચાડવા નર્મદા જિલ્લાના નાગરિકોને કરાયો અનુરોધ

ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર વન વિભાગ દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ જાહેર કરાઈ

નર્મદા જિલ્લા વનવિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાનમાં પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલ પક્ષીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે કરૂણા અભિયાન ચલાવવાવમાં આવે છે. જેને અનુલક્ષીને આ વર્ષે પણ તા.૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન પતંગદોરીથી પક્ષીઓને ઈજાઓ થવાની સંભાવના રહેલી છે. ઈજા પામનાર પશુ-પક્ષીઓને સારવાર આપીને બચાવવા માટે વિવિધ તાબાના પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ, તાલુકા કક્ષાએ પશુચિકિત્સક કેન્દ્રો અને બિન-સરકારી સંસ્થાઓના નામ તથા સંપર્કની વિગતો જાહેર કરાઈ છે.

આ સમય ગાળામાં ઇજા પામેલ/ધાયલ પશુ-પક્ષીઓને સારવાર અર્થે વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર-૮૩૨૦૦૦૨૦૦૦ પર વોટ્સએપ મેસેજમાં “Karuna” મેસેજથી ઓનલાઇન મેપની લીંક સ્વંય સંચાલિત છે. જેમા તમામ સારવાર કેન્દ્રોની વિગતો દર્શાવવામાં આવી છે. તદઉપરાંત, તાલુકા પશુ ચિકિત્સા કેન્દ્ર નાંદોદ માટે સંપર્ક નં-૭૦૧૬૮૦૬૫૭૨, દેડીયાપાડા માટે સંપર્ક નં-૯૭૨૪૨૧૭૮૩૮, સાગબારા માટે સંપર્ક નં-૮૪૬૦૨૮૩૨૪૨ તેવી જ રીતે પરિક્ષેત્ર વન અધિકારી રાજપીપલા સંપર્ક નં-૯૯૨૫૮૯૯૦૮૮, દેડીયાપાડા સંપર્ક નં-૯૬૮૭૭૦૫૮૫૮, સોરપાડા સંપર્ક નં-૬૩૫૧૮૦૧૧૨૫, સોરાપડા સંપર્ક નં- ૬૩૫૧૮૦૧૧૨૫, સગાઇ સંપર્ક નં-૯૬૮૭૪૭૩૭૫૯, ફુલસર અને પીપલોદ સંપર્ક નં-૯૭૨૬૮૩૧૯૭૩, સાગબારા સંપર્ક નં-૯૯૧૩૮૧૩૩૩૯ તેમજ બિન સરકારી સંગઠન ભાષા સેલંબા સંપર્ક નં-૮૪૬૦૨૮૩૨૪૨ નો સંપર્ક સાધી શકાશે તેમ નર્મદા જિલ્લાના નાગરિકોને નાયબ વન સંરક્ષક, નર્મદા તરફથી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here