આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે રાજપીપળા મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કરી શ્રદ્ધાંજલિ અપાઈ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

બીરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર સેનાની કાન્તીકારી હતા. બીરસા મુંડાએ 26 વર્ષની ઉમરથી અંગ્રેજો સામે ઘણી વાર લડતો લડી હતી અને ઘણી વખત તેઓની ધરપક્ડ પણ થઈ હતી

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 120 મી પુણ્યતિથિ નિમિત્તે રાજપીપળાના સેવાભાવિ મિત ગ્રુપના આદિવાસી યુવકો દ્વારા સ્વૈચ્છિક રકતદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મિતગ્રુપ દ્વારા સતત 5 વર્ષથી અત્યાર સુધી 1800 ની ઉપર ફક્ત ઇમરજન્સીમાં રકતદાન કરી આદિવાસી સમાજમાં સેવા પૂરી પાડી છે, ત્રણ વાર બ્લડ કેમ્પ પણ કર્યા છે તથા દવાખાનામાં કોઈ સેવા હોય તથા સમાજને લગતી તમામ સેવામાં હંમેશા આગળ હોય છે. આજે કોરોના જેવા કપરા સમયમાં પણ ભૂખ્યાને ભોજન તથા જરૂરિયાત મંદને કીટ આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે ત્યારે બિરસા મુંડાજીએ આઝાદી પહેલા અંગ્રેજો સામે કેટલીક લડાઇયો લડી બે વર્ષ જેલમાં રહ્યા તથા તેમનું જેલમાં જ રહસ્યમય મૃત્યુ થયું હતું. તથા તેઓ જર્મન મિશન સ્કૂલમાં ભણ્યા હતા અને અને સમાજને જાગૃત કરવા ઘણા પ્રયાસો કર્યા હતાં .આજે પણ આદિવાસી સમાજ તેમને યાદ કરે છે અને આજે તેમની જ્યંતી નિમિતે મિત ગ્રુપે આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે. આજે ફરી કંજાલના હરિભાઈ સોમાભાઈ વસાવાને ઈમરજન્સીમાં બ્લડ આપી સેવા પુરી પાડી છે. જેમાં મિત ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશ વસાવા, આશિષ વસાવા, આકાશ વસાવા તથા આશુતોષ તડવી જમણે પ્રથમ વાર રક્તદાન કર્યું હોય તેથી આ યુવાનોનો આદિવાસી સમાજ તથા મિત ગ્રુપે આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here