આગામી ૨૭ થી ૨૯ જુનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાના અધ્યક્ષસ્થાને સુચારુ આયોજનને લઇને બેઠક યોજાઈ

સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૭ થી ૨૯ જુનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ સમગ્ર મહોત્સવના સુચારુ આયોજનને લઇને કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા, નમો લક્ષ્મી અને નમો સરસ્વતીના લાભ અંગે,દરેક શાળાઓમાં વૃક્ષારોપણ થાય,લાભાર્થી વિદ્યાર્થીનીઓને તે જ દિવસે લાભ મળી રહે,તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,શાળા સંચાલકની બેઠક સહિતના મુદ્દાઓ પર સુચારુ ચર્ચા કરાઈ હતી. તેમણે સ્કૂલ વાનમાં અભ્યાસ માટે આવતા બાળકોની સેફ્ટી બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લામાં કુલ ૧૬૨૧ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉજવણી કરાશે જેમાં ૧૩૮૨ પ્રાથમિક તથા ૨૩૯ માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે આ માટે અંદાજીત ૧૭૮ રૂટમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રી પટેલ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલ સહિત અન્ય સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here