ઈદે મિલાદ પર્વની સરકારી જાહેર રજા નિમિત્તે તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રકલ્પો પ્રવાસીઓ ખુલ્લા રહેશે

રાજપીપળા, (નર્મદા) : આશિક પઠાણ :-

તા. ૧૮/૦૯/૨૦૨૪,બુધવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પર રજા રહેશે

સોમવારે આવતા તહેવારોમાં દિવસોમાં મિનિ વેકેશનનો લાભ મળે તેવી પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને SoUADTGA દ્વારા વ્યાપક હિતમાં નિર્ણય – ગોપાલ બામણીયા,અધિક કલેકટર, SoUADTGA

વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે,SoUADTGAના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા જે-તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને સોમવાર અને મંગળવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ તા. ૧૬/૦૯/૨૦૨૪ અને તા. ૧૭/૦૯/૨૦૨૪ ઈદે મિલાદ પર્વ ની સરકારી જાહેર રજા નિમિત્તે સોમવાર અને મંગળવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રક્લ્પો દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે.

         સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રક્લ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અને SoUADTGA ના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર,રવિવાર, સોમવારના અને મંગળવારના મિનિ વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસિય પ્રક્લ્પો ખુલ્લા રાખવાના કારણે બુધવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય. 

          તા. ૧૬/૦૯/૨૦૨૪ અને તા. ૧૭/૦૯/૨૦૨૪ના રોજ  ઈદે મિલાદ પર્વની સરકારી જાહેર રજા નિમિત્તે સોમવાર અને મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે અને  તા. ૧૮/૦૯/૨૦૨૪, બુધવારના રોજ તમામ પ્રવાસન સ્થળોએ જાહેર રજા રહેશે. 

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને ઈદે મિલાદ પર્વે સરકારી જાહેર રજા હોય અને તે દિવસો દરમ્યાન સરકારી કર્મીઓ સહિતના તમામ લોકો આ રજાનો સદુપયોગ કરીને પોતાના પરિવાર સાથે એકતા નગર ની મુલાકાત લઈને પોતાની રજાઓ સાર્થક રીતે ઉજવી શકે અને હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખુલ્લા હોય ત્યારે આ સૌંદર્યનો ધોધ લોકો પરિવાર સહ નિહાળી શકે તે માટે ઈદે મિલાદ પર્વેની સરકારી જાહેર રજા સોમવાર અને મંગળવારના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે જેથી પ્રવાસીઓને મિની વેકેશનનો લાભ મળી શકે.

પ્રવાસીઓને સત્તામંડળ તરફથી અપીલ છે કે, ઉપરોકત દિવસો દરમ્યાન સોમવાર અને મંગળવારના પ્રવાસ માટે પોતાની ટિકિટ એકમાત્ર અધિકૃત વેબસાઈટ www.soutickets.in થી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ બુધવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે.