સીંગવડ, (દાહોદ) ઈમ્તિયાઝ ઘાંચી :-

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સીંગવડ આમ આદમી પાર્ટીના હોદેદારો, કાર્યકરો અને આગેવાનો દ્વારા આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલભાઈ ઈટાલીયાની વિસાવદર વિધાનસભા બેઠક પર ભવ્ય જીત મેળવ્યાની ખુશીના અવસરે આમ આદમી પાર્ટીના સીંગવડ કાર્યલય ખાતે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, આ શુભ અવસરે કાર્યકર્તાઓએ એક બીજાને પેંડા વહેંચી મોં મીઠું કરાવ્યું ત્યાર બાદ ફટાકડા ફોડી જોશભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારીઆ સીંગવડ પાર્ટી પ્રમુખ પ્રવિણભાઇ ડામોર રાજુભાઇ કટારા વિમલભાઈ તાવિયાડ સહિત મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.