વિશ્વ હિન્દુ પરિષદ, ઉત્તર ગુજરાત પ્રાંતની નિશ્ચિત ચયનિત કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

સિદ્ધપુર,(પાટણ) નીતિન વ્યાસ :-

દિનાંક ૨૬ અને ૨૭મી જુલાઈ, ૨૦૨૫ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, ઉત્તર ગુજરાત પ્રાંતની નિશ્ચિત ચયનિત પ્રમુખ કાર્યકર્તાઓની બેઠક રાજનગર ખાતે આવેલા વેલનેસ રિસોર્ટ, મુ. વેકરીયા (નળ સરોવર) ખાતે ભવ્ય અને ઉર્જાસ્પદ વાતાવરણમાં યોજાઈ હતી.

બેઠકનો શુભારંભ પૂજ્ય ભાણસાહેબના સ્થાને મુ. કમીજણા ખાતેના મહંત પ.પૂ. મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુના પાવન આશીર્વાદથી કરવામાં આવ્યો હતો.
બેઠકમાં રિસોર્ટના માલિકશ્રી કાન્તિભાઈ લકુમ તથા શ્રી રમેશભાઈ મકવાણા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

બે દિવસીય બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલા આયામો, પ્રકલ્પો અને હિંદુ સમાજના સંગઠન, જાગૃતિ તથા રક્ષણ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા અને વિચારમંથન કરવામાં આવ્યું હતું. ચયનિત કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સત્રોમાં વિચારો અને અનુભવોના આધાર પર કાર્યમાર્ગદર્શન આપવામાં આવ્યું.
બેઠકમાં ગુજરાત ક્ષેત્રના પાલક અધિકારી માનનીય ગોપાલજી, કર્ણાવતી ક્ષેત્ર (ગુજરાત)ના માનનીય મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, ઉત્તર ગુજરાત પ્રાંતના માનનીય અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ ગિલેટવાલા તથા માનનીય મંત્રી શ્રી નલિનભાઈ પટેલનું માર્ગદર્શન વિશેષરૂપે પ્રાપ્ત થયું હતું. ક્ષેત્ર તથા પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ૩૦૦થી વધુ નિશ્ચિત ચયનિત કાર્યકર્તા બંધુ-ભગિનીઓની ઉત્સાહી અને સક્રિય ઉપસ્થિતિ રહી હતી.
બેઠકનું સમાપન પ.પૂ. શ્રીપ્રભુદાસજી બાપુ, (મહંત – શ્રી રાવત સેનવા સમાજ, મુ. કમીજણા) ના પાવન આશીર્વાદ અને આત્મીય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનાત્મક વિસ્તાર અને વૈચારિક ઊંડાણ માટે આ બેઠક અત્યંત ફળદાયી અને દિશાદર્શી બનશે –