શહેરા,( પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લામાં આવેલા શહેરા તાલુકાના 10 જેટલા ગામોને મહિસાગર જીલ્લાના નવ રચિત ગોધર તાલુકામા સમાવેશ કરવાના લઈને ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો. અને વહીવટી તંત્ર તેમજ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રજુઆત કરી હતી. સરકારે રજુઆતને ધ્યાનમા રાખીને ગોધરમા સમાવેશ ગામોને પુનઃ શહેરા તાલુકામા સમાવીશ કરવામા આવ્યા હતા. જેના પગલે ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો ગ્રામજનોએ આભાર માન્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા વહીવટી સરળતા રહે તે માટે સંમયાતરે નવા તાલુકાઓની રચના કરવામા આવે છે. 24 સપ્ટેમ્બર 2025ના રોજ સરકાર દ્વારા 17 નવા તાલુકાઓ બનાવાની જાહેરાત કરવામા આવી હતી. જેમા પંચમહાલ જીલ્લાના પડોશી જીલ્લા ગણાતા મહિસાગર જીલ્લામાં બે નવા તાલુકા કોઠંબા અને ગોધર તાલુકા બનાવાની જાહેરાત કરવામા આવી હતી. જેમા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના 10 ગામોને ગોધર તાલુકામા સમાવેશ કરવામા આવ્યો હતો. જેને લઈને ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો. ગ્રામજનોનું જણાવવુ હતુ કે તેમને તાલુકા મથક ગોધર કરતા શહેરા સહેલુ પડેછે. અને તેમને શહેરામા જ રહેવાની ઈચ્છા દર્શાવી હતી,ગ્રામજનો દ્વારા તંત્ર અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા આ મામલે ગ્રામજનોની રજુઆતને સરકારમા રજુઆત કરી હતી. જેના લઈને સરકાર દ્વારા હિતકારી નિર્ણય લેવાયો હતો. જેમા શહેરા તાલુકાના જે ગામોને મહિસાગર જીલ્લાના નવરચિત ગોધર તાલુકામા સમાવાયા હતા.તેને ફરી પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા સમાવેશ કરી દીધો હતો. પાનમ વિસ્તારના 10 ગ્રામોના ગ્રામજનોએ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો આભાર માન્યો હતો અને તેમને સાલ ઓઢાડીને ફુલહાર પહેરાવીને સન્માન પણ કર્યુ હતુ.નોધનીય છે કે બોરીયા, આંસુદરિયા,જુનાખેડા,ચારી, બલુજીના મુવાડા, રમજીની નાળ સહિતના ગામોનો ફરી સમાવેશ કરાયો છે.
- નવરચિત તાલુકામાં શહેરા તાલુકાના 10ગામોને ગોધરમા સમાવેશ કરાયા હતા
- ગ્રામજનો દ્વારા તંત્ર અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રજુઆત કરાઈ હતી.
- સરકારમા રજુઆત કરતા આખરે 10 ગામોનો પુનઃ શહેરા તાલુકામા સમાવેશ કરાયો.
- શહેરાના ધારાસભ્ય અને સરકારનો ગ્રામજનોએ આભાર માન્યો.