રાજપીપળા ખાતેના નગરપાલિકા સંચાલિત સેક્ટર હોમમા સ્વચ્છતાના ઉડતા ધજાગરા…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ના પ્રાંત અધિકારી ની સેક્ટર હોમ ની મુલાકાત દરમ્યાત ગંદકી જોવા મળી સ્વચ્છતા જાળવવા ની તાકીદ કરાઈ

રાજપીપળા મચ્છી માર્કેટ પાસે બનાવવામાં આવેલ ગરીબો માટે ના આશ્રય સ્થાન એવા રાજપીપળા નગરપાલિકા સંચાલિત સેક્ટર હોમ ની આજરોજ રાજપીપળા ના પ્રાંત અધિકારી એ મુલાકાત લીધી હતી.જેલ

મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી રાજપીપળા દ્રારા રાજપીપળા નગરપાલિકા સંચાલિત ઘર વિહોણા લોકો માટે ‘“ મા રૈવા ” આશ્રય સ્થાન (શેલ્ટર હોમ) જે ચલાવવામાં આવી રહ્યું છે તેની મુલાકાત લેવામાં આવેલ અને ત્યાં રહેતાં લોકો જોડે પ્રાંત અધિકારી એ વાતચીત કરી હતી, અને તેઓને આપવામાં આવતી સગવડો અંગે માહિતી મેળવી હતી, આશ્રય સ્થાન (શેલ્ટર હોમ)ની આ મુલાકાત દમિયાન પ્રાંત અધિકારી ને સાફ-સફાઈ બરાબર રાખવામાં આવતી ન હોવાનું જોવા મળતા સ્વચ્છતા જાળવવા અંગે તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી.