રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની ઉજવણીના ભાગરૂપે નર્મદા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

એકતાનગર,(નર્મદા) આશિક પઠાણ :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી મા હાજર રહેવા ના હોય તંત્ર ની તડામાર તૈયારીઓ

કલેકટરે જિલ્લા કક્ષાએથી ૧૮ થી વધુ વિવિધ સમિતિઓ સાથે વિસ્તૃતમાં કામગીરી અંગે ચર્ચા કરી રચનાત્મક સૂચનો કર્યા

આગામી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સરદાર પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે રાષ્ટ્રીય કક્ષાના એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પરેડ યોજાશે. જે સંદર્ભે ઉજવણી શાનદાર અને યાદગાર રીતે ઉજવાય તે આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.મોદીના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે યોજાતી રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી મા ઉપસ્થિત રહેછે ત્યારે તેઓના આગમન ને લક્ષ માં રાખી તૈયારીઓ ને ઓપ આપવામાં જીલ્લા વહીવટી તંત્ર અત્યારથીજ લાગી ગયું છે.

કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કક્ષાએથી ૧૮ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે. જેમાં જિલા કક્ષાની તમામ સમિનિના દ્વારા થનાર કામગીરી જેવી કે, ટેન્ડર પ્રક્રિયા, પાદપૂજા માટેની વ્યવસ્થા, પાર્કિંગ, રહેઠાણ, ભોજન, પીવાના પાણી, લાઈટ, ટ્રાફિક નિયમન, વી.આઈ.પી.ના લાયઝનીંગ પ્રોટોકોલ, મંડપ, આમંત્રણ પત્રિકા વિતરણ, પ્રવેશ પાસ, બેઠક વ્યવસ્થા, ફુડ પેકેટ, ફાયર, એમ્બ્યુલન્સ, કાર્યક્રમ સ્થળે કાર્યક્રમને લગતી કામગીરી, પરેડ નિદર્શન કમિટિ, કલ્ચરલ પ્રોગ્રામ કમિટિ, આમંત્રણ અને બેઠક વ્યવસ્થા કમિટિ, મીડિયા અને પ્રચાર-પ્રસાર કમિટિ, એકોમોડેશન, સિક્યુરિટી અને ટ્રાન્સપોર્ટેશન કમિટિ, ફૂડ કમિટિ, સાફ-સફાઈ કમિટિ, હેલિપેડ કમિટિ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, જિલ્લા કન્ટ્રોલ રૂમ વગેરે જેવી મહત્વની કમિટિઓનો સમાવેશ થાય છે. જેમની સાથે જિલ્લા કલેકટરશ્રીએ વિસ્તૃતમાં ચર્ચા કરી રચનાત્મક સૂચનો આપ્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, જિલ્લા પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલ, SoUADTGA ના અધિક કલેકટર ગોપાલ બામણીયા, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, રાજપીપલા પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, પ્રોટોકોલના નાયબ કલેકટર અને દેડિયાપાડા પ્રાંત અધિકારી એન.એફ.વસાવા, ડી.વાય.એસ.પી., નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કરવામાં આવેલી કામગીરીથી જિલ્લા કલેક્ટર ને અવગત કર્યા હતા.