રાજપીપળાની રજવાડા સમયની ઐતિહાસિક ઇમારતોની જર્જરિત હાલત

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એસ ટી ડેપો પાસે ના વિક્ટોરિયા ગેટ ( કમાન દરવાજો) ની લાકડાની પાટડીઓ તૂટતાં લોકો માટે ભયજનક બની

રાજપીપળા ખાતે ની રજવાડા સમય ની ઐતિહાસિક ઇમારતો ની જાળવણી સરકાર ના પુરાતત્ત્વ વિભાગ ને ક્યારે સોંપાશે????

100 વર્ષ જુની ઇમારતો ની જાળવણી સરકાર ના પુરાતત્ત્વ વિભાગ ને સોંપાય છે તો રાજપીપળા ની જુની ઇમારતો ની જાળવણી ની ઉપેક્ષા કેમ ???

રજવાડી નગરી રાજપીપળા તેની ઐતિહાસિક પૌરાણિક ઈમારતો માટે ખુબજ જાણીતું નગર બન્યું છે, રાજપીપળા નગર ની પાસેજ વિશ્વ ની સહુથી ઉંચી સરદાર પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હજારો પ્રવાસીઓ નર્મદા જીલ્લા મા આવતા હોય છે અને સ્વાભાવિક પણ છે કે આ પ્રવાસીઓ જીલ્લા ના વડુ મથક રાજપીપળા ખાતે ની મુલાકાત લઇ અહીંના રજવાડા સમય ના પ્રસિદ્ધ મહેલો, ઇમારતો, ટાવર , સ્ટેચ્યુ સહિત પૌરાણિક મંદિરો ની પણ મુલાકાત લેતા હોય છે ત્યારે રાજપીપળા ખાતે ની ઘણી પૌરાણિક ઈમારતો જર્જરિત અવસ્થા માં જોવા મળી રહી છે!!!!

રાજપીપળા એસ ટી ડેપો પાસે અને પ્રાંત અધિકારી ની કચેરી સામે આવેલ વિક્ટોરિયા ગેટ કે જેને લોકો કમાન દરવાજો તરીકે ઓળખે છે તેની બિસ્માર હાલત થઈ છે, આ વિક્ટોરિયા ગેટ 100 વર્ષ થી પણ વધુ પૌરાણિક છે, જ્યારે રાજપીપળા ના રાજવી પરિવાર દ્વારા તેમનો પ્રથમ મહેલ બનાવવામાં આવેલ ત્યારે ઇંગ્લેન્ડ ના રાણી વિક્ટોરિયા ના નામ પર થી પ્રાંત અધિકારી ની કચેરી ની સામે આ ગેટ બનાવવા માં આવ્યો હતો આ ગેટ બનાવ્યા ને 100 વર્ષ થી પણ વધુ સમય થઈ ગયો ગેટ ની યોગ્ય સારસંભાળ, નિયમિત સાફ સફાઈ હાથ ધરવામાં ના આવતા ગેટ ભારે જર્જરિત થઇ ગયેલ છે , 2018 ના વર્ષ મા રાજપીપળા નગરપાલિકા એ આ ગેટ નું સમારકામ કર્યું હતું પરંતુ હાલ ગેટ ની છત ની લાકડાની પાટડીઓ તૂટતાં ઇંટ ચુના નું બાંધકામ પણ તૂટતા નીચે થી અવર જવર કરતા લોકો માટે ગેટ મુશિબત રૂપ બનેલ છે ના કરે નારાયણ ને મોટો છત નો ભાગ તુટે નીચે થી કોઈ પસાર થતો હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.. 

સરકાર ના પુરાતત્ત્વ વિભાગ દ્વારા રાજપીપળા ખાતે ની રજવાડા સમય ની ઐતિહાસિક ઇમારતો જેમકે વિક્ટોરિયા ગેટ, લાલટાવર , મહારાજા ગંભીરસિંહજી ની પ્રતિમા, મહારાજા વિજયસિંહજી જે ઘોડા પર સવાર થઈ બેઠા છે એ પ્રતિમા, ગાર્ડન મા આવેલ બેન્ડ સ્ટેન્ડ પ્રાંત અધિકારી ની કચેરી કે જ્યાં રાજપીપળા સ્ટેટ ના પુર્વ રાજવી જાતે બેસતા એ ઇમારત, સરકારી હાઈસ્કુલ ની ઇમારત આ સહિત અનેક ઇમારતો ને સરકાર નુ પુરાતત્વ વિભાગ પોતાના હસ્તક કરી દેખરેખ રાખી આવી ઇમારતો ની મરમ્મત કરાવે એ જરૂરી બન્યું છે.