હજ ખિદમત કમિટી, પાટણ અને ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આયોજિત હજ તરબિયત અને ટ્રેનીંગનો પ્રોગ્રામ યોજાયો

પાટણ, પ્રવાસી પ્રતિનિધિ :-

હજ ખિદમત કમિટી, પાટણ અને ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આયોજિત હજ તરબિયત અને ટ્રેનીંગ નો પ્રોગ્રામ મદ્રેસા ક્ન્જે મરગુબ, કાલી બઝાર, પાટણ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ૬૫૦ થી વધુ હાજીઓ એ ભાગ લીધો હતો. હજ દરમ્યાન પડતી શારીરિક તકલીફો અને અડચણો અને હાજીઓ ની કાર્યક્ષમતા વધારવા ના હેતુ થી ઉમ્મહ ફીજીયોથેરાપિસ્ટસ્ એસોસિયેશન (UPTA) દ્વારા નિઃશુલ્ક પ્રિ હજ ફિટનેસ તાલીમ કાર્યક્રમ માં ડૉ. સોહેલ કાદરી(પ્રેસિડેન્ટ UPTA), ડૉ. શહેઝાદ ખુશાલજીવાલા, ડૉ. અનસ રંગરેજ અને એહતેશામ શેખ દ્વારા કરવા મા આવ્યુ હતુ.
આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે રઇસ અબ્બાસી સાહેબ, હજ ખિદમત કમિટી, ગુજરાત રાજ્ય હજ કમિટી, અને મદ્રેસા ની ઇન્તેઝામિયા કમિટી ના તમામ જિમ્મેદારો એ અથાગ પ્રયત્નો કરી સફળ બનાવ્યુ હતુ.

UPTA સલગ્ન ક્લિનિક મા કેમ્પ થી લઇ હજ મા જાય ત્યાં સુધી આ પ્રોગ્રામ નિઃશુલ્ક રહેશે એવુ UPTA ના વર્કિંગ કમિટી મેમ્બર ડૉ. અલી કુરેશી એ એક અખબાર યાદી મા જણાવ્યુ હતુ.