બાકોર પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી ઝડપાયો, મહીસાગર LCBની સફળ કાર્યવાહી…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટ ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળી હતી કે બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી પોતાના ઘરે હાજર છે. મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે તાત્કાલિક રેડ કરી આરોપી વિનોદકુમાર શાંતીલાલ પટેલ રહે. મોટા કાનેસર, તા. ખાનપુર, જી. મહીસાગરને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપી વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયેલ હતો. આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



આ પણ વાંચો :-