ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 3 મે 2026ના રોજ યોજાયેલી NEET UG પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. પેપર લીક અને પરીક્ષાની વિશ્વસનીયતા અંગે ગંભીર શંકાઓ ઊભી થતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમગ્ર મામલાની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે.
માહિતી મુજબ રાજસ્થાનમાં પરીક્ષા પહેલા એક કથિત ‘ગેસ પેપર’ વાયરલ થયું હતું, જેમાંથી 100થી વધુ પ્રશ્નો મૂળ પરીક્ષામાં મળતા આવતા હોવાના દાવાઓ સામે આવ્યા છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક ઇનપુટ બાદ પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઊભા થયા હતા.
NTAએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે અને પરીક્ષાની પવિત્રતા જળવાઈ રહે તે માટે આ પરિણામોને માન્ય રાખી શકાય તેમ નહોતું. તેથી પરીક્ષા રદ કરી ફરીથી નવી તારીખે પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ માટે મહત્વની માહિતી:
- ફરીથી નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે
- વધારાની કોઈ ફી લેવામાં આવશે નહીં
- નવા એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે
- નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
ઘટનાક્રમ:
- 3 મે: દેશભરમાં NEET UG પરીક્ષા યોજાઈ
- 7 મે: ગેરરીતિ અંગે પ્રથમ સત્તાવાર માહિતી મળી
- 8 મે: મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપાયો
- 12 મે: પરીક્ષા રદ અને CBI તપાસનો આદેશ
વિદ્યાર્થીઓ અને વાલીઓને અફવાઓથી દૂર રહી સત્તાવાર જાહેરાતો પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.