નસવાડી, જાવેદ એન કુરેશી :-

નસવાડી: નસવાડીની પીપીએસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે દેશભક્તિના ભાવ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે શાળાથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તિરંગા યાત્રા નસવાડી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને વાતાવરણ તિરંગાના રંગે રંગાઈ ગયું હતું.
શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થયા બાદ તિરંગા યાત્રા પરત શાળા ખાતે પહોંચી હતી, જ્યાં ઉત્સાહભેર યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો.
