નસવાડી, (નર્મદા) જાવેદ એન કુરેશી :-

આજરોજ ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીને લઇ કરી મુલાકાત આપ ના ધારાસભ્યએ સંગઠન સાથે કરી ચર્ચા જે વહીવટદારોનું શાસન લાંબા સમયથી ચાલી રહ્યું છે તેમાં પડતી મુશ્કેલીઓ નો પાર આવે અને ચૂંટણીઓ વહેલી તકે થાય અને ચૂંટાયેલા પદાધિકારીઓને સત્તા મળે તે તરફ આગળ વધે તે બાબતે કરી ચર્ચા આ વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલીક જગ્યાએ પૂરતા ડોક્ટરો નથી સાધનો નથી બ્લડ બેન્ક નથી અને શિક્ષણને લગતી કેટલીક જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિદ્યાર્થીઓ માટે બંધ છે અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી ભીતિ સેવાઈ રહેલી છે આમ ધારાસભ્ય જણાવ્યું હતું આ વિસ્તારમાં રોડ રસ્તા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં પણ રસ્તાઓની હાલત બીમાર છે અને નસવાડી તાલુકામાં શિક્ષકોની ગઢ વધુ હોય તેવું લાગે છે તેમ ચૈતર વસાવા એ જણાવ્યું હતુ ઘણી શાળાઓના ઓર જળચરિત છે અને ઘણી શાળાઓમાં શિક્ષક વગર ભણવા બાળકો મજબૂર છે તેવા પ્રશ્નોને વાચા આપવા માટે આવનાર દિવસોમાં રોડથી લઈ વિધાનસભાના સદન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું તેમ આમ આદમીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું.