નસવાડી, (નર્મદા) જાવેદ એન કુરેશી :-

નસવાડીની શાંતાબા ભારતસિંહજી સોલંકી વિદ્યામંદિર ખાતે નવરાત્રીને લઈ ગરબાનું ખુબ સરસ આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શાળાના તમામ વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબા રમ્યા હતા અને સાથે સાથે શાળાના પ્રિન્સિપાલ સહિત શાળાનો તમામ સ્ટાફ ગરબે ઘૂમ્યો હતો આ ગરબાનો કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે આનંદ વધે અને માતાજીની કૃપા દરેક પર બની રહે તે હેતુથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અંતે ટીમલી પણ વગાડવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ટીમલી ના તાલે ઝુમી ઉઠ્યા હતા.