નસવાડી ખાતે બાર કવાટરમા ચાર મકાનોના તાળા તોડી ચોરી કરી તસ્કરો ફરાર

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સતત કેટલાક દિવસથી ચોરોની બુમો પડતી હતી કેટલાક વિસ્તારોમાં લોકોના સતત ઉજાગરા થતા હતા અને આજે રાત્રે બાર ક્વાટર મા ચાર મકાનોના તાળા તોડી ઘરમા રહેલ દાગીના રોકડ રકમ પર તસ્કરો હાથ ફેરવી ગયા જ્યારે અમારી સી આર પી ન્યુઝ ની ટીમ પોહચી ત્યારે મકાન માલિકે જણાવ્યું કે અમે બહાર હતા અને જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે અમારા મકાન ના તાળા નકુચા તુટેલા હતા અને ઘરમાંથી કેટલીક વસ્તુઓ અને રોકડ રકમ ચોરી થઈ છે અને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ આવી તપાસ કરી તેમ જણાવવામાં આવેલ છે પરંતુ સતત કેટલાક દિવસ થી ચોર આવ્યા ની બુમો આવે છે અને આજે ચોરી થઈ છે તો પોલીસ આ બાબતે વધુ ધ્યાન આપે અને પેટ્રોલીંગમાં વધારો કરે જેથી આવા ચોરીના બનાવો ન બને અને નસવાડી ખાતે પોલીસ પોઇન્ટ મા વધારો કરે અને આજુ બાજુના તાલુકામાં ચોરીના બનાવો બન્યા છે અને હવે નસવાડી નો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે જેથી પોલીસ નસવાડી નગરમાં વધુ ધ્યાન આપે અને ચોરીના બનાવો ન બને તે માટે સી સી ટીવી કેમેરા લગાવી તસ્કરોનો જે આતંક ફેલાયો છે તેના પર કાબુ મેળવે તે જરૂરી બન્યુ છે.