નસવાડીના ધમધમતા બજારમાંથી રઘવાયા સાંઢની જેમ પુરપાટ ઝડપે દોડતા હાઈવા ડમ્પરોનો ત્રાસ : શાળાની વિધાર્થિનીઓનો આબાદ બચાવ…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

શાળા થી છુટી પરત ફરતી ચાર વિધાર્થીઓનો આબાદ બચાવ

ત્યાં ઊભેલા રાહદારીઓએ ડમ્ફર ચાલકને બૂમાબૂમ કરી છતા પણ બેફાટ રીતે ડમ્ફર લઈ ચાલક ભાગ્યો

નસવાડી ના ભર બજારમાં જે સ્ટેશન વિસ્તારથી લઈ નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિર સ્કુલ ના માર્ગ પર હાઈવા ડમ્ફરોના ચાલકો બેફામ બન્યા છે આજરોજ નસવાડી શાળાથી પરત ફરતી ચાર વિધાર્થિનીઓ ના આબાદ બચાવ થયો છે જે જકાતનાકા ના રસ્તા પરથી પસાર થતી ચાર વિધાર્થિનીઓ ઉપર ડમ્ફર ચાલકે ડમ્ફર ની અડફેટે લીધી પરંતુ સદનસીબે વિદ્યાર્થીનીઓ એ બીજી વિધાર્થી નો હાથ ખેંચતા આબાદ બચાવ થયો હતો અને આ બાબતે વિદ્યાર્થીની ના પિતાએ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરીછે જેમણે તે ડમ્ફર સહિત ચાલકની શોધખોળ હાથ ધરી છે અને આવા બેફામ ચાલતા ડમ્ફર ની તંત્ર દ્વારા જાણ કરાય કે ભર બજાર માં ડમ્ફર ધીરે ચલાવવુ જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ બચી શકે હાલ ડમ્ફર ની તપાસ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે,