નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન. કુરેશી :-

Kalam Ki Sarkar News / Naswadi APMC Election: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની 16 બેઠકો માટે આગામી 9 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીને લઈને આજે નસવાડી ખાતે ભાજપ પ્રેરિત ઉમેદવારોના સમર્થનમાં એક મહત્વપૂર્ણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ પ્રેરિત પેનલને વિજયી બનાવવા આહ્વાન
સભા દરમિયાન વક્તાઓએ ભાજપ પ્રેરિત પેનલને વિજયી બનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમજ ખેડૂતોના હિતમાં બજાર સમિતિનો વહીવટ મજબૂત નેતૃત્વના હાથમાં સોંપવા માટે અપીલ કરવામાં આવી હતી.
ખેડૂત વિભાગમાં 533 મતદારો
APMCના ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 533 ખેડૂત મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.
સહકારી ખરીદ-વેચાણ વિભાગમાં 63 મતદારો
સહકારી ખરીદ-વેચાણ વિભાગની 2 બેઠકો માટે કુલ 63 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આગામી 9 સપ્ટેમ્બરે યોજાનારા મતદાનને લઈને નસવાડી તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે મતદારોના નિર્ણય પર ઉમેદવારોના ભવિષ્યનો આધાર રહેશે.
