નર્મદા જીલ્લામા રોડ રસ્તા પર બબ્બે ફુટના ખાડા પડતા વાહન ચાલકોની વહારે આવી કોંગ્રેસ…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આવતી કાલે સવારે 10 કલાકે નર્મદા છોટાઉદેપુર જિલ્લા ના બોર્ડર ના ગોદામ ગામે કોંગ્રેસ નું ચક્કાજામ નું એલાન

નર્મદા જીલ્લા મા રસ્તાઓ ની બિસ્માર હાલત વાહન ચલાવવા બન્યા મુશ્કેલ

કોંગ્રેસ ના ચક્કાજામ ના એલાન ને પગલે નેશનલ હાઇવે ઓથોરિટી ના કર્મચારીઓ દોડતા થયા

નર્મદા જીલ્લા મા ભલે ને વિશ્વ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી હોય પરંતુ પ્રવાસીઓ રાહદારીઓ વાહન ચાલકો માટે નર્મદા જીલ્લા ના મુખ્ય માર્ગ ઉપર પોતાના વાહન ચલાવવા ભારે મુશ્કેલ બન્યા છે બબ્બે ત્રણ ત્રણ ફુટ ના ઠેર ઠેર રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ ખાડાઓ મા ભરાયેલ પાણી વચ્ચે વાહન ચાલકો માટે પોતાના વાહન ચલાવવા ની મજબૂરી વચ્ચે સરકાર નો ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવતી કાલે તા 7 મી ના નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નસવાડી કોંગ્રેસ સમિતિ દ્વારા નસવાડી થી દેવળીયા જતા રોડ ઉપર પડેલા ખાડા નો વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ ગોધામ પાટિયા ઉપર રાખેલ છે જેમાં ચક્કા જામ કરવાનું હોઈ જેથી દરેક કાર્યકર આવતી કાલે તા 7 મી ના સવારે 10 કલાકે ગોધામ પાટિયે હાજર રહે ની જાહેરાત
જયેન્દ્રસિંહ સોલંકી
પ્રમુખ નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામા આવી છે ત્યારે

તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કપૂરભાઇ ભીલે પણ આ ચક્કાજામ ના કાર્યક્રમ ને સમર્થન આપી તિલકવાડા તાલુકાના ના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને પણ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

કોંગ્રેસ પાર્ટી ની આ જાહેરાત સાથે જ નેશનલ હાઇવે ઓથોરિટી ના કર્મચારીઓ ની આ વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.