ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોંદમેં પલતે હે આ ઉક્તિને સાર્થક કરતા
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નામાંકિત તથા વિશાળ સંખ્યા ધરાવતી ધી ઇકબાલ પ્રાથમિક શાળામાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તા.૦૪/૦૯/૨૦૨૫ના રોજ વિભાગ ૬ થી ૮ના બાળકોએ શાળાના મુખ્ય શિક્ષક હાજી ઈદરીસ બડંગા ના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષકગણના સહિયારા પ્રયાસથી સ્વશાશન દિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વશાસન દિનની સમિતિના સભ્યો બશીરઅહમદ ખંડુ,સલમાન બુઢ્ઢા, શોકત હયાત દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના તમામ શિક્ષકોએ સ્વશાસનદિનને સફળ બનાવવા ભગીરથ પ્રયાસ કર્યા હતા.તેમા ૫૪ જેટલા બાળકોએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. જેમાં મુખ્ય શિક્ષક તરીકે બદામ આતીફ મો.આરીફ ભૂમિકા ભજવી હતી. દિવસ દરમિયાન પ્રાર્થનાથી માંડીને અંત સુધીનો સંપૂર્ણ કાર્યભાર વિધાર્થી/વિધાર્થીનીઓએ સંચાલન કર્યો હતો..સ્વશાસન દિનની ઉજવણી ખૂબ જ શાંતિથી, ઉમંગ અને ઉત્સાહથી કરી હતી.શાળા તરફથી સૌને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો…આ પ્રસંગે શાળાના તમામ શિક્ષકોએ સામૂહિક રીતે શાળાના મુખ્ય શિક્ષકશ્રી ઈદરીસ.એચ.બડંગા સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરીને બહુમાન કર્યું હતું…અંતે શાળાના મુખ્ય શિક્ષક ઈદરીસ.એચ.બડંગા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજુ કરી સૌનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.