મોડાસા : ગૌષિયા હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી…

મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખોખર :-

આજ રોજ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ગૌષિયા હાઈસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ 6 થી 10 ના કુલ 30 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે કામગીરી કરી. જેમાં કેમ્પસ ડાયરેક્ટર,આચાર્ય, કલાર્ક અને સેવકે ખૂબ જ સરસ રીતે કામગીરી બજાવી.
આ શિક્ષકો દ્વારા વિવિધ વર્ગોમાં તેમના મનપસંદ વિષયોનું અધ્યયન કરાવ્યું.
અંતે નવા બનેલા શિક્ષકોને આશ્વાસન ઇનામ અને અલ્પાહાર આપી શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરી હતી.