લુણાવાડા ,(મહિસાગર) આસિફ શેખ :-

મહીસાગર જિલ્લાના તત્કાલિન પોલીસ વડા જયદીપસિંહ જાડેજાને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા તરીકેની
જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિક, અમદાવાદ તરીકે ફરજ બજાવતા શફીન હસનને મહીસાગરના નવા પોલીસ વડા તરીકે નિમવામાં આવતા આજે વિધિવત ચાર્જ સંભાળવામાં આવ્યો છે.
આજે મહીસાગર જિલ્લા પોલીસ વડા તરીકે શફીન હસને ચાર્જ સંભાળતા જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ
ઓનરનું માન આપવામાં આવ્યું હતું. ત્યારે નવા પોલીસ વડા શફીન હસને ચાર્જ સંભાળ્યો છે.
આ પ્રસંગે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ ડીવાયએસપી, પોલીસ ઈન્સ્પેકટર, પોલીસ સબ ઈન્સ્પેકટર અને પોલીસ જવાનો ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું.