લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ :-

લુણાવાડા: મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલા મહીસાગર બ્રિજની સુરક્ષા અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે સ્થળ મુલાકાત લીધી હતી. વહીવટી તંત્રની નિયમિત દેખરેખના ભાગરૂપે યોજાયેલી આ મુલાકાત દરમિયાન કલેક્ટરે બ્રિજની ભૌતિક સ્થિતિનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે લુણાવાડાના મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અને મામલતદારે સંયુક્ત રીતે બ્રિજના વિવિધ ભાગોની તપાસ કરી તેની ટેકનિકલ સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
નિરીક્ષણ દરમિયાન બ્રિજની મજબૂતી, સલામતી અને તેના પરથી પસાર થતા વાહનવ્યવહારની સુરક્ષા અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આવા નિરીક્ષણો કરીને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું.