લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી બીહીગ હ્યુમન ગ્રુપ લુણાવાડા ખાતે સેવા કરી રહ્યું છે નાત જાત ધર્મ જોયા વગર દિવસ રાત ખડે પગે સેવા કરતુ લુણાવાડા નુ ગ્રુપ એટલે બીહીગ હ્યુમન ગ્રુપ..
૧૪ જાન્યુઆરી ઉતરાયણ પર્વની ઉજવણી નિમિત્તે બીહીગ હ્યુમન ગ્રુપ દ્વારા આજે ગામડામાં રહેતા ગરીબ બાળકોને એસ ઓજી પીઆઈ ધોરડા સાહેબ કલ્પેશભાઈ પટેલીયા વિશાલભાઈ મહેરા જે બીહીગ હ્યુમન ગ્રુપના હીરો તરીકે ઓળખાય છે અને તેમની ટીમ સાથે આજે પતંગ તેમજ ચીક્કી ગોગલ્સ નુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નાના બાળકોમાં ખુશી છવાઈ ગઈ હતી..