ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામની સીમમાં વિદેશી દારૂનુ કટીંગ કરી સગેવગે કરતા બુટલેગરોને મુદ્દામાલ સાથે જડપી પડતી જીલ્લા LCB પોલીસ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂનુ કટીંગ કરી સગેવગે કરતા વિદેશી દારૂના કવાચરીયા તથા બીચર ટીન મળી કુલ નંગ- ૧૯૧૪૪ કુલ કિ.રૂા.૫૬,૨૧,૫૫૨/- તથા આઇસર ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા ભુસાની બેગો નંગ- ૪૫ કિ.રૂ. ૯૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૯,૩૦,૫૫૨/- ના મુદ્દામાલ પકડી ગણનાપાત્ર કેસ| શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરા.

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી, આર.વી. અસારી સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી, ડૉ. હરેશભાઇ દુધાત સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃત િ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સક્ટર શ્રી, એન.એલ.દેસાઇ| એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાકના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.|

જે સુચના મુજબ એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ પુંજાભાઇ તથા આ.પો.કો. વિજયસિંહ છત્રસિંહ એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી માહીતી મળેલ કે, દિલીપસિહ ઉર્ફે ગનું બળવતસિહ પરમાર રહે. શેરપુરા તા.ધોધબા જી. પંચમહાલ નાઓ અડાદરાથી પાંચ પથરા ચોકડીની વચ્ચે આવેલ પાંચપથરા ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરી સગેવગે કરવાની પેરવીમાં છે.તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી એસ.આર.શર્મા પો.સ.ઇ.. એલ.સી.બી. તથા એલ.સી.બી, સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યા પાંચપથરા ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં રેઇડ કરતા દિલીપસિહ ઉર્ફે ગનું બળવતસિહ પરમાર રહે. શેરપુરા તા.ઘોઘબા જી. પંચમહાલ તથા બીજા બે ઇસમો વાહનનુ લાઇટનુ અંજવાળુ જોઇ જતા ખેતરમાં અંધારનો લાભ લઈ નાસી ભાગી અને જે જગ્યાએ કટીંગ| ચાલતુ તે જગ્યાએ જઇ તપાસ કરતા નીચે મુજબના વાહનો તથા પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.

કબજે કરેલ મદામાલઃ-

(૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વીસ્કીના કવાટરીયા નંગ-૧૦૪૦૦ કિ.રૂ.૨૩,૧૯,૨૦૦/-| (૨) રોયલ સ્ટેગ સુપરીયર વીસ્કીના કવાટરીયા નંગ-૪૫૧૨ કિ.રૂ.૧૮,૫૮,૯૪૪/-| (૩) લંડન પ્રાઇડ પિ્રમીયમ વીસ્કીના કાચના કવાટરીચા નંગ- ૫૦૦ કિ.રૂ.૧,૪૧,૦૦૦/- (૪) લંડન પ્રાઇડ પિ્રમીયમ વીસ્કીના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૧૫૦૦ કિ.રૂ.૪,૨૩,૦૦૦/-| (૫) કીંગ ફીશર એકસ્ટ્રા સ્ટ્રોંગ પિ્રમીયમ બીયર ટીન નંગ- ૨૨૩૨ કિ.રૂ. ૮,૭૯,૪૦૮/– (૬) ભુસાની બોરીઓ નંગ- ૪૫ કિ.રૂ. ૯૦૦૦/-| (૭) આઇસર ટ્રક નંબર એમ.પી.-૦૯- જી.એફ.- ૯૯૬૯ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/–

(૮) બોલેરો પીકઅપ ડાલુ નંબર જી.જે.૧૬ એ.વી. ૨૯૫૨ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- |

આરોપીઓનું નામ-

(૧) દિલીપસિહ ઉર્ફે ગનું બળવતસિહ પરમાર રહેવાસી શેરપુરા તા.ધોધબા જી.પંચમહાલ. (૨) આઇસર ટ્રક નંબર નંબર એમ.પી.-૦૯-જી.એફ.-૯૯૬૯ નો ચાલક/માલીક (૩) બોલેરો પીકઅપ ડાલુ નંબર જી.જે.૧૬ એ.વી. ૨૯૫૨ નો ચાલક/માલીક|

ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી રાજગઢ| સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.| કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઃ-|

(૧) શ્રી એસ.આર.શર્મા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા.

(૨) ઘનશ્યામભાઇ પુંજાભાઇ એ.એસ.આઈ. એલ.સી.બી. ગોધરા.

(૩) શૈલેષકુમાર બચુભાઇ અ.હે.કો. એલ.સી.બી. ગોધરા.

(૪) વિજયસિહ છત્રસિહ આ.પો.કો. એલ.સી.બી. ગોઘરા.|

(૫) અલ્પેશભાઇ નારણભાઇ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા