લીમખેડા કોલેજમાં પ્રેરણાનો મહોત્સવ : લંડન સ્થિત ડો. પ્રવીણ બત્રાજીએ આપ્યું જીવનમાં “સ્વ”જાગૃતિની ઓળખ અને આધ્યાત્મિકતાનું અમૂલ્ય માર્ગદર્શન…

લીમખેડા,(દાહોદ) જીગ્નેશ પંચાલ :-

આર્ટસ કોલેજ, લીમખેડા ખાતે યુવાનોમાં સ્વ,ની ઓળખ , સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, તંદુરસ્ત આરોગ્ય તથા માનસિક સંતુલન અંગે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ એક દિવસીય પ્રેરણાદાયી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લંડન સ્થિત વિશ્વવિખ્યાત મોટીવેશન સ્પીકર તથા આધ્યાત્મિક વિચારધારાના પ્રણેતા ડો. પ્રવીણ બત્રાજીનું પ્રભાવશાળી પ્રવચન યોજાયું હતું.આ પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કોલેજના ઉત્સાહી પ્રાધ્યાપક ડો. બાબુભાઈ પરમારના પ્રયાસોથી શક્ય બન્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે નામના પામેલા વ્યક્તિત્વનું માર્ગદર્શન મળે તે હેતુથી ડો. પ્રવીણ. બત્રાજી નો સંપર્ક કરી કાર્યક્રમને સફળતાપૂર્વક સાકાર કર્યો હતો.આ કાર્યક્રમ માં કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લઈ વિશેષ લાભ મેળવ્યો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડે આ પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી. તેમજ સમગ્ર સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ માટે પણ સુંદર આયોજન હાથ ધરાયું હતું.ડો. પ્રવીણ બત્રાજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે બત્રાજી માને છે કે જીવનમાં ફક્ત બૌદ્ધિક ક્ષમતા (IQ) પૂરતી નથી. જ્યારે ભાવનાત્મક પરિપક્વતા (EQ), આધ્યાત્મિક જાગૃતિ (IQ) અને સામનો કરવાની કુશળતા (AQ) સમાન રીતે વિકસિત થાય છે ત્યારે સાચું વ્યક્તિગત અને સામાજિક સંતુલન પ્રાપ્ત થાય છે. આ રીતે, તેઓ તણાવ, ચિંતા અને હતાશા જેવા વિષયો પર વૈજ્ઞાનિક, વ્યવહારુ અને સ્વ-જાગૃતિ-આધારિત પ્રવચનો રજૂ કરે છે. ડૉ. પ્રવીણ બત્રાએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર વિવિધ સંગઠનોને સંબોધિત કર્યા છે. તેમના વ્યાખ્યાનો તેમની સ્પષ્ટતા, બૌદ્ધિક ઊંડાણ અને વ્યવહારિક સુસંગતતા માટે ખાસ પ્રશંસા“આધ્યાત્મિકતા એ જીવનની સફળતાની સૌથી મોટી ચાવી છે.”જેમાં સ્વ ની ઓળખની સાથે શિક્ષણ નું મહત્વ અને સારા સમાજ નું ઘડતર તેમજ રાષ્ટ્ર ઘડતરમાં આજ ના યુવાન ની ભૂમિકામાં .આજના યુગમાં જ્યારે માનવ મન સતત તણાવ, સ્પર્ધા અને સંઘર્ષ વચ્ચે જીવતું હોય છે ત્યારે માનસિક સંતુલન કેવી રીતે જાળવવું, આત્મવિશ્વાસ કેવી રીતે વિકસાવવો તથા જીવનને સકારાત્મક તેમજ આદ્યત્મિક દિશામાં કેવી રીતે આપવી તે બાબતે તેમણે અત્યંત પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે ડૉ બત્રાજી સાથે પધારેલ પ્રાણનાથ ગુરુકુળ,જ્ઞાનપીઠ, સરસાવા (ઉત્તરપ્રદેશ) અશોકજી એ પણ વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક મૂલ્યોના વિકાસ માટે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું.કાર્યક્રમના અંતે કોલેજના આચાર્ય જ્યંતીભાઈ એ આવા કાર્યકમો દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર, ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્રઘડતર માં તેમજ સંસ્થાનું ગૌરવ વધે તે દિશામાં કોલેજ સતત કાર્યરત રહેશે તેમ આનંદ વ્યક્ત કર્યો હતો.