લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ
ઇન્સ.એમ.કે.ખાંટનાઓએ મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ.
દરમ્યાન એલ.સી.બી સ્ટાફને બાતમી હકિકત મળેલ કે એક સફેદ કલરની અર્ટીગા કારમાં પાંચથી છ જેટલા માણસો ગોધરાથી નિકળી રાબડીયા ગામ તરફ થઇ બહારના એકાંત વિસ્તારમાં ધાડ પાડવાની પુર્વ તૈયારી કરી હથીયારો સાથે નીકળેલ છે, જે ચોક્ક્સ બાતમી આધારે પો.ઇન્સનાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ભોજા ગામની સિમમાં બાતમી મુજબની અર્ટીગા ગાડીની વોચમાં રહેલ દરમ્યાન છાણીપ ચોકડીથી ભીમથલ ખારોલ જવાના રસ્તા પર બાતમી મુજબની અર્ટીગા ગાડી આવતા સ્ટાફના માણસોએ સરકારી તેમજ ખાનગી વાહનોની આડાશ કોર્ડન કરી ગાડી ને રોકી તેમાંથી છ (૬) આરોપીઓને ઝડપી લીધેલ, દરમ્યાન ગાડીમાં ચેક કરતા વચ્ચેની સીટ ઉપર એક બેગ મળી આવેલ જેમાં દેશી હાથ બનાવટનો તમંચો તથા જીવતા કાર્ટીઝ, લોખંડનુ મોટુ જાળી કાપવાનું કટર તથા લોખંડના સળીયા તેમજ સેલોટેપ તથા પક્કડ તથા ડીસમીસ જેવા સાધનો મળી આવેલ જેથી છ ઇસમોને તથા અર્ટીગા ગાડીને એલ.સી.બી. કચેરી લાવી આરોપીઓને યુકતી-પ્રયુક્તીથી વધુ પુછપરછ કરતા આરોપીઓએ નીચે મુજબના ગુનાઓની કબુલાત કરેલ.
ડીટેક્ટ કરેલ ગુન્હાઓ
લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુર.ન. 11187006260070/2026 બી.એન.એસ. ની કલમ -309(4), 309(6), 312 તથા હથિયાર ધારા ની કલમ – 25(1-b)(a) ( સેકડ રકમ તથા દાગીના મળી કુલ ૧,૯૫,૦૦૦/- ની લુંટ )
સેવાલીયા પો.સ્ટે. ખેડા ગુ.ર.ન. 11204067260011/2026 બી.એન.એસ. ની કલમ ૩૦૯(૪),૩૩૧(૪), ૫૪ (રોકડ રકમ તથા દાગીના મળી કુલ ૬૫,૦૦૦/- ની લુંટ)
કોઠંબા પો.સ્ટે. ગુ.ર.ન. 11187005260076/2026 બી.એન.એસ. ની કલમ – 310(4). 310(5), 312 હથિયાર ધારા ની કલમ – 25(1-b) (a) (ધાડ)
કબુલ કરેલ અન્ય ચોરીઓ
જેઠોલી ગામ, બાલાસિનોર ખાતે સત કેવલ મંદીરમાંથી કરેલ ત્રણ ઝુંમરની ચોરી
સોમગરના મુવાડા ગામ. કોઠબા ખાતે બંધ મકાન માંથી તેલના ડબ્બા અને રોકડ રકમની ચોરી
કોંઠબા પો.સ્ટે વિસ્તાર ના આગરવાડા બ્રીજ પાસે આવેલ ગોગા મહારાજના મંદીર માંથી દાનપેટીની ચોરી
કવાલી ગામ, શહેરા ખાતે તમંચો બતાવી રસ્તા ઉપર થી પાકીટ તેમજ રોકડ રકમની લુંટ કરેલ
: કબ્જે કરેલ મુદ્દામાલ
1
અટીંગા ગાડી નંબર GJ-35-H-7508
૭.૩.૦૮,૦૦,૦૦૦/-
2
આરોપીઓના મોબાઇલ નંગ- ૫
૪.૩.૧૧૫૦૦/-
3
દેશી હાથ બનાવટનો તમંચો-૧
૭.૩.૧૫,૦૦૦/-
4
જીવતા કારતુસ નંગ-૬
કિં.રૂ. ૧૨૦૦/-
5
લોખંડના હાથાવાળુ જાળી કાપવાનું કટર-૧ કિં.રૂ.૨૦૦/-
6
અંગઝડતીના રોકડા રૂપીયા. ૩૧૦૦/-
7
લોખંડનું લોક તોડવા માટે બનાવેલ હથીયાર કી.રૂા.00/00
8
ડીસમીસ- ૦૧ કીમત રૂપીયા.00/00
9
પક્કડ-૦૧ કીમત રૂપીયા. 00/૦૦૦
10
સેલોટેપ કિં.રૂ. 00/-
ટોટલ કિમંત
રૂ. ૬,૩૧,૦૦૦/-
પકડાયેલ આરોપીઓના નામ-
(૧) કાંતીભાઇ બાબુભાઇ ચાવડા ઉ.વ.૪૯ ધંધો ખેતી રહેવાસી. જુના રાબડીયા પેટે ખલાસા ફળીયુ તા. લુણાવાડા.જી.મહીસાગર (૨) ગોવિંદ મલખાનસિંગ પરીહાર ઉ.વ.રપધંધો, કલરકામ રહેવાસી ગામ: ગુમાનપુરા, કુસ્વાહા મહોલ્લા, તા.સેવડા, થાના. ડીપાર્ક, જી.દતીયા(મધ્યપ્રદેશ) (૩) આબુદ્દીન ઉર્ફે મામા શૌકીન ખાન ઉ.વ.૩૯ ધંધો-મજુરી રહે.સંતોષનગર મહોલ્લા, બીટીઆઈ રોડ ભીંડ, થના ભીડ દેહાંત તા.જી.ભીંડ મધ્યપ્રદેશ (૪) જબરૂદીનખાન જોરખાન ઉ.વ.૫૫ ધંધો-મંજુરી રહે. સંતોષનગર મહોલ્લા,બીટીઆઇ રોડ ભીંડ, થના ભીંડ દેહાત તા.જી.ભીંડ મધ્ય પ્રદેશ (૫) સલામુદીન શમશેરખાન કુરેશી ઉવ.૪૮ ધંધો-મંજુરી રહે.ભીંડ મહાવીરનગર ભીંડ, તા.ભીડ જી-ભીંડ થાના દેહાત મધ્યપ્રદેશ (૬) સમસાદખાન સરદારખાન કુરેશી ઉ.વ.૫૬ ધંધો-મંજુરી રહે.આજનોલ તા. મહેગાવ જી-ભીંડ થાના મહેગાવ મધ્ય પ્રદેશ