લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

જેમાં મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર ના ઉપક્રમે મહીસાગર જિલ્લાના નિરક્ષર લોકો ને અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે તે હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહીસાગર જિલ્લાની N S S ધરાવતી શાળાના સ્વયંસેવકો , પ્રોગ્રામ ઓફિસરો દ્વારા વિવિધ ગામો જઈ ને સર્વે કરી 15વર્ષ – 60વર્ષ સુધી ના નિરીક્ષરો ને શોધી ને આ કાર્યક્રમમા તેઓ ને સાક્ષર બનવાનો કાર્યકમ મહીસાગર જિલ્લા કલેકટર સાહેબ ના હસ્તે આ કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ જિલ્લા વિકાસ અધિકારી પણ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જેમાં લુણાવાડા તાલુકાના વિવિધ ગામોમાં થી નિરક્ષર લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગર ની સમગ્ર ટીમ તેમજ શાળાના આચાર્ય તથા સ્ટાફ મિત્રો દ્વારા આ કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
