ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

મળતી વિગતો મુજબ ગોધરા તાલુકાના જીતપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ભલાણીયા ચોકડી (દામોદરદાસ ચોકડી) મુકામે વેજલપુર-મહેલોલ રોડ પર લગભગ 40 વર્ષ જેટલું જૂનું ઈંટ સિમેન્ટના ચણતરવાળુ અંત્યંત જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ આવેલ છે. સદર બસ સ્ટેન્ડનો ઉપયોગ કરવા આજુબાજુના ગામો જેવાકે જીતપુરા, ભલાણિયા ચોકડી, ભલાણીયા ગામ, ખરસાલિયા સ્ટેશન, લાડુપૂરા, સરદારપુરા, તોરણા, ભાટપુરા, નાની ભાદરોલી, મોટી ભાદરોલી, તરસૂરિયા, મોકળ, ભાણપુરા, રણછોડપુરા ઘોડા વગેરે ગામોના વિધ્યાર્થીઓ, અન્ય મુસાફરો અને કામદારો કરતા હોય છે, તેમજ નજીકમાં 600 ગાયો ઉપરાંત ભેંસો બકરાં ઘેટાં વગેરે મળી લગભગ 4,000 પશુઓની સતત અવરજવર રહે છે.
સદર બસ સ્ટેન્ડમાં સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી બચવા માટે દર વર્ષે સ્થાનિક ગ્રામજનો સ્વૈછિક સાફ સફાઇ કરી છાણ-ગાર-માટીથી દીવાલો લીંપણ કરીકરીને તિરાડો પુરતા હોય છે, પરંતુ ઈંટ સિમેન્ટના ચણતરની મોટી તિરાડોમાં માટી પુરવાથી તેની મજબૂતીમાં વધારો થતો નથી.
તાજેતરમાં સુરત તક્ષશિલા કાંડ, વડોદરા હરણી બોટકાંડ, વડોદરા શાળા બિલ્ડિંગ ઘટના, મોરબી પુલ કાંડ, રાજકોટ ગેમઝોન કાંડ વગેરે જેવી દુર્ઘટનાઓને કાળી પડછાઈની જેમ આજે પણ લોકો ભુલવા રાજી નથી, કારણ કે સલામતીના અભાવે કેટલાયે નિર્દોષ ભોગ બન્યા હતા. જે અનુરૂપ સદર બસસ્ટેન્ડની છતમાંથી પણ સતત પોપડા ખરે છે, અને ગમે ત્યારે ધરાશાયી થઇ જાય એવી ભીતિ સેવાઇ રહી છે, તેમાં ઘણા નિર્દોષ વિધ્યાર્થીઓ, બાળકો, મુસાફરો અને અબોલ પશુઓની જિંદગીઓનો ભોગ લેવાઈ જવાની પ્રબળ શક્યતાઓ જીવંત નજરે દેખાઈ આવે છે..
જેને ધ્યાને લઇ PREVENTION IS BATTER THAN CURE ઉક્તિ મુજબ સદર બનવાજોગ દુર્ઘટના બનતી રોકી શકાય તેમ છે, માટે એ જર્જરિત બસસ્ટેન્ડ તાત્કાલિક તોડી પાડવાની તમામ કાર્યવાહીઓ સત્વરે હાથ ધરાવવા આવે એવી સામાજીક કાર્યકર ગોપાલભાઇ પટેલે જિલ્લાના તમામ અધિકારીઓને નમ્ર અરજ કરેલ હતી…