નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા સેવા સદન ખાતે ઢોલ વગાડી મામલતદારને ૯ મુદ્દાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ આદિવાસી સમાજ દ્રારા આવેદનપત્ર આપવામા આવ્યુ આજના ડિજિટલ ગુજરાતમાં છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકા ની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેને પુરવા, વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ છે તે ચાલુ કરવા તેમજ શાળાઓ ના ઓરડાની હાલત પણ જર્જરિત છે તે બાબતે નસવાડી જય આદીવાસી મહાસંઘ દ્વારા મામલતદાર શ્રી મારફતે મહા મહિમ રાજ્યપાલ તેમજ મુખ્ય મંત્રી સુધી આવેદનપત્ર મોકલવા રજુઆત કરી, તારીખ.૦૯/૦૯/૨૦૨૪ ના રોજ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સૌવ નો સાથ સૌવ નો વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે જેથી જય આદીવાસી મહાસંઘ દ્રારા નસવાડી મામલતદાર ને ટ્રાન્પોર્ટેશન સુવિધા ચાલુ કરવા,બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા,શિક્ષકોની ઘટ પુરી કરવા,શિષ્યવૃતિ મા ડીબીટી પદ્ધતિ દૂર કરવા,બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ જે બાબતે આવેદન નસવાડી મામલતદાર મારફતે આવેદનપત્ર રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સુધી ૧ થી ૯ મુદ્દાઓ વિશે માંગ સહિત આવેદનપત્ર અપાયુ.