હાર્દિક પંડ્યાએ વાયદો નિભાવી જીત્યું દિલ, ગ્રાઉન્ડ સ્ટાફને આપ્યા 10-10 લાખના ઈનામ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વાનખેડે સ્ટેડિયમમાં મહેનત કરનારા સ્ટાફ પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની દરિયાદિલીથી ફરી એકવાર સૌનું દિલ જીતી લીધું છે. IPL 2026 સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કાર્યરત ગ્રાઉન્ડ સ્ટાફને 10-10 લાખ રૂપિયાના ચેક આપી સન્માનિત કર્યા છે.

માહિતી મુજબ, વાનખેડે સ્ટેડિયમમાં કાર્યરત લગભગ 10થી 11 ગ્રાઉન્ડ સ્ટાફ સભ્યોને આ રકમ આપવામાં આવી હતી. આ ઈનામ પાછળનું કારણ માત્ર પિચ તૈયાર કરવાની કામગીરી નહોતું, પરંતુ હાર્દિક દ્વારા અગાઉ કરવામાં આવેલો એક વાયદો હતો.

અહેવાલ અનુસાર, હાર્દિક પંડ્યા 2026ના T20 વર્લ્ડ કપ પહેલા વાનખેડે ખાતે પોતાની તૈયારી દરમિયાન ઘણીવાર મોડી રાત સુધી પ્રેક્ટિસ કરતો હતો. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફને પણ લાંબા સમય સુધી તેની સાથે રોકાવું પડતું હતું, છતાં તેમણે હાર્દિકની તૈયારીમાં કોઈ કમી રાખી નહોતી.

આ મહેનતથી પ્રભાવિત થઈ હાર્દિકે તે સમયે વાયદો કર્યો હતો કે તે પાછો આવશે ત્યારે તેમને ઈનામ આપશે. હવે મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન તેણે પોતાનો આ વાયદો નિભાવી દરેક સ્ટાફ સભ્યને 10-10 લાખના ચેક આપ્યા.

આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો હાર્દિક પંડ્યાની આ ઉદારતા અને માનવતાની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો :-