નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી અને તિલકવાડા ના કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરોએ નસવાડી થી દેવલીયા વચ્ચે રોડ પર પડેલા ખાડાઓને લઈ ચક્કાજામ કર્યું જેમાં ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી ભાજપ નો વિકાસ ખાડા માં પડ્યો ભાજપ તારો વિકાસ ગાંડો થયો હાય રે ભાજપ હાય હાય ભાજપ કો વોટ દોગે એસા વિકાસ પાઓગે ના સુત્રોચ્ચાર કરી રોડ પર પડેલા ખાડાઓને રિપેર કરો જેનાથી વાહન ચાલકો ને ઘણી મુશ્કેલીઓ પડે છે અને અત્યાર સુધી કેટલાક અકસ્માતો સર્જાયા છે પણ સરકારની ઊંઘ ઉડતી નથી અને થોડા સમય પહેલા આ રોડ પર ખાડા પડ્યા છે તેના કારણે એક શિક્ષક નુ અકસ્માત માં મોત થયુ છે એવા તો કેટલાક ઘરોના લોકોનાઆ રોડ પર અકસ્માત થયા છે અને કેટલાક લોકો ના મૃત્યુ થયા અને હાથ પગ તુટયા છે કેટલીક મહિલાઓ વિધવા થઈ છે અને કેટલાક બાળકો અનાથ થયા છે તો તેના જવાબદાર આ ભાજપ નો રોડ પર ના ખાડા નો વિકાસ છે જે તમામ આવનારા ભાજપ ના મંત્રીઓ ધારાસભ્યો કાર્યકરો આ રોડ પરથી પસાર થાય છે તો શું તેમણે ખબર નથી પડતી તેમ કોંગ્રેસ ની ટીમ એ જણાવ્યુ હતુ અને હજુ જો આ રોડ પર પડેલા ખાડાઓ ને સરખા નહીં કરાવે તો ઉગ્ર આંદોલન કરવાની હાંકલ નસવાડી અને તિલકવાડા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.