ફતેપુરા તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 183 શંકાસ્પદ દર્દીઓની પોર્ટેબલ X-Ray તપાસ ઝુંબેશ યોજાઈ…

ફતેપુરા, (દાહોદ) આઝાદ મન્સુરી :-

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ટીબી તપાસ સાથે Height, Weight અને NCD સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું

ફતેપુરા (દાહોદ): દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (National Tuberculosis Elimination Programme – NTEP) અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરીરેલ તથા સબ સેન્ટર વટલી હેઠળના વટલી અને મોટીરેલ ગામોમાં શંકાસ્પદ ટીબી દર્દીઓ માટે વિશેષ પોર્ટેબલ X-Ray તપાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુરેશ વી. આમલિયાર તથા મોટીરેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ભૂમિબેન તાવીયાડના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝુંબેશ દરમિયાન પોર્ટેબલ X-Ray મશીનની મદદથી વિવિધ કેટેગરીના કુલ 183 શંકાસ્પદ ટીબી દર્દીઓના છાતીના X-Ray કરવામાં આવ્યા હતા. ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર મળી રહે તે હેતુસર આ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ટીબી તપાસ ઉપરાંત લાભાર્થીઓના સર્વાંગી આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ 183 લાભાર્થીઓનું Height, Weight તેમજ NCD (બિન-ચેપી રોગો) માટેનું આરોગ્ય સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનનો મુખ્ય હેતુ ટીબી જેવા ગંભીર રોગની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાની સાથે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને *”ટીબી મુક્ત ભારત”*ના સંકલ્પને સાકાર કરવાનો છે.



આ પણ વાંચો :-