દેવગઢ બારીયા નગરમાં મ્યુલહંટ સાયબર ફ્રોડનો ગુનો નોંધાતા ચકચાર….

દે. બારીયા, (દાહોદ) જીગ્નેશ પંચાલ :-

દેવગઢબારિયા તાલુકા મથકે હરિઓમ નગરમાં રહેતા મિહિર કુમાર જયપ્રકાશભાઈ બારીયાએ તારીખ ૧૮-૧૧-૨૦૨૪ ના રોજ એકોનોલેજમેન્ટ નંબર-22 504250007765 ના ફરિયાદી પાસેથી પોતાના બેંક એકાઉન્ટ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રૂપિયા ૩,૧૯,૧૫૦/-જેટલી માતબર રકમ પંજાબ નેશનલ બેંક દેવગઢબારિયા શાખાના પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી મ્યુલહંટ સાયબર ફ્રોડનો ગુનો આચર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલતા દેવગઢ બારીયાના હરિ ઓમ નગર ખાતે રહેતા મિહિર કુમાર જયપ્રકાશભાઈ બારીયા વિરુદ્ધ દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૩૧૭(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.